ફૉકલૅન્ડની સામુદ્રધુની

February, 1999

ફૉકલૅન્ડની સામુદ્રધુની : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં પૂર્વ અને પશ્ચિમ ફૉકલૅન્ડના ટાપુઓ વચ્ચેનો જળમાર્ગ. તેની લંબાઈ 80 કિમી. અને પહોળાઈ વધુમાં વધુ 32 કિમી. છે. તે ઈશાન-નૈર્ઋત્યમાં વિસ્તરેલી છે. નાના નાના ઘણા ટાપુઓ આ સામુદ્રધુનીમાં આવેલા છે.

ગિરીશભાઈ પંડ્યા