પૉર્ટર, કૅથરિન અન્ને (જ. 189૦, ઇન્ડિયાના ક્રિક, ટૅક્સાસ; અ. 18 સપ્ટેમ્બર, સિલ્વર સ્પ્રિંગ મેરી લૅન્ડ, યુ.એસ. 198૦) : ટૂંકી વાર્તાનાં અમેરિકી લેખિકા અને નવલકથાકાર. કૉન્વેન્ટમાં શિક્ષણ લીધા બાદ તેમણે મેક્સિકોમાં પત્રકાર અને શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમની ટૂંકી વાર્તાનો પ્રથમ સંગ્રહ તે ‘ફ્લાવરિંગ જુડાસ’ (193૦). ત્યારપછી, 1939માં ‘પેલ હૉર્સ, પેલ રાઇડર’ પ્રગટ થયો. રૂપકકથા જેવી તેમની નવલકથા ‘ધ શિપ ઑવ્ ફૂલ્સ’ (1967) બહુ જાણીતી કૃતિ છે; તેમાં મેક્સિકોથી માંડીને હિટલરના ઉદય વેળાના જર્મની સુધીની પ્રવાસકથા છે. ‘ધ કલેક્ટેડ સ્ટૉરીઝ ઑવ્ કૅથરિન ઍન પૉર્ટર’ 1965માં પ્રગટ થયેથી તેમને પુલિત્ઝર પ્રાઇઝ તેમજ નૅશનલ બુક ઍવૉર્ડ – એમ બેવડું સન્માન અને વ્યાપક ખ્યાતિ સાંપડ્યાં. 2006માં યુનાઇટેડ સ્ટેટ્સની ટપાલટિકિટમાં સ્થાન પામ્યા છે.
મહેશ ચોકસી