પૂર્ણસ્વરૂપી કણરચના (panidiomorphic texture)

January, 2024

પૂર્ણસ્વરૂપી કણરચના (panidiomorphic texture) : પૂર્ણ પાસાદાર, સુવિકસિત ખનિજ સ્ફટિકોથી બનેલી કણરચના. આ પ્રકારની કણરચના કેટલાક લેમ્પ્રોફાયર ખડકોમાં જોવા મળે છે. સમદાણાદાર કણરચનાઓ (પૂર્ણ પાસાદાર, અપૂર્ણ પાસાદાર અને બિનપાસાદાર) પૈકી પૂર્ણવિકસિત પાસાંઓ ધરાવતા સ્ફટિકો આ પ્રકારની કણરચનામાં જોવા મળે છે.

કણરચના(Texture)ને કોઈ પણ પદાર્થની સપાટી સાથે સીધો સંબંધ છે. પદાર્થની સપાટીની વિકૃતિ જ્યારે બિલકુલ ન હોય તે પદાર્થની સપાટી લીસી અથવા સુંવાળી હોય છે, પરંતુ જ્યારે વિકૃતિ ત્રિપરિમાણીય સ્વરૂપે જોવા મળે ત્યારે સપાટીની સંરચનામાં ફેરફાર થાય છે. આ પ્રમાણેના સપાટીના બદલાવ જ્યારે પૂર્ણરૂપતામાં પરિણમે ત્યારે પૂર્ણસ્વરૂપી કણરચના થાય છે.

પેનડિયોમોર્ફિક કણરચના ધરાવતા ખનિજમાં, ખનિજની કણરચના એકસરખા ષટકોણીય સ્ફટિક સ્વરૂપે દૃશ્યમાન થાય છે.

આ પ્રકારની કણરચના લેમ્પ્રોફાયર ખડકોમાં જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા