પાકશાળા : મકાનનો રસોઈ સાથે સંકળાયેલો ભાગ. સ્થાપત્યની પરિભાષામાં શાળા એટલે મકાનના વિવિધ ભાગમાં આવેલી જગ્યા; તે દરેકનો આગવો ઉપયોગ હોય છે. ચારે બાજુ દીવાલોથી અને ઉપરના ભાગમાં છતથી આવરી લેવાયેલ જગ્યાને શાળા કહેવામાં આવે છે. તે મકાનના માપનો પણ ખ્યાલ આપે છે; જેમ કે એકશાળા, દ્વિશાળા, ત્રિશાળા વગેરે. મકાનમાં બાંધેલા ઓરડા ઉપરથી શાળાની સંખ્યાનો ખ્યાલ મળી રહે છે. જુદા જુદા ઉપયોગ મુજબ મકાનમાં શયનશાળા, પાકશાળા વગેરે નામકરણ કરવામાં આવે છે. આ પ્રમાણે પાકશાળાનો ઉપયોગ રસોઈ સાથે સંકળાયેલ છે.
રવીન્દ્ર વસાવડા