પશ્ચકંપો (aftershocks) : મુખ્ય ભૂકંપ પછીનાં-અનુગામી કંપનો. મુખ્ય ભૂકંપને અનુસરતાં અને એક જ કે નજીકના કેન્દ્રમાંથી ઉત્પન્ન થતાં રહેતાં પશ્ચાદ્વર્તી કંપનોને પશ્ચકંપો કહે છે. સામાન્ય રીતે તો મુખ્ય ભૂકંપ થયા પછી અસંખ્ય કંપ થતા રહે છે, જેમની પ્રત્યેકની તીવ્રતા સમય જતાં ક્રમશ: ઘટતી જાય છે. આવા શ્રેણીબંધ પશ્ચકંપો ઘણા દિવસો સુધી તો ક્યારેક મહિનાઓ સુધી પણ ચાલુ રહે છે.
ગિરીશભાઈ પંડ્યા