પરસ્તર : મંદિરમાં થાંભલાની ઉપરનો ભાગ. તેમાં શીર્ષ, પટ્ટ (પટા) અને છાજલીના ભાગો સમાયેલા હોય છે. થાંભલા ઉપરના પરસ્તરના આધારે ઉપલી ઇમારત રચાય છે. પાશ્ચાત્ય સ્થાપત્યમાં આ સુસંગત રચનાને entablature કહેવાય છે. મંદિરોના સ્થાપત્યમાં મુખમંડપ, સભામંડપ, રંગમંડપ વગેરેની રચના સ્તંભાવલિના આધારે કરાય છે અને સ્તંભો પર આધારિત ઉપલી ઇમારતની રચનાશૈલીને અનુરૂપ પરસ્તરોની પણ રચના થાય છે.
રવીન્દ્ર વસાવડા