નૉબોકૉવ, સીરિન-વ્લાદિમીર (જ. 22 એપ્રિલ 1899, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 2 જુલાઈ 1977, Montreux, સ્વિટ્ઝર્લૅન્ડ) : રશિયન નવલકથાકાર. ‘લૂઝીનું રક્ષણ’, ‘ભેટ’ જેવી તેમની પ્રાયોગિક નવલકથાઓ એની કલ્પનાશીલ રોમાંચકતાને લીધે વીસમી સદીના ત્રીજા દાયકામાં ખૂબ લોકપ્રિય બની હતી. એમની ખૂબ જાણીતી નવલકથા ‘ફાંસી માટે નિમંત્રણ’માં જર્મન લેખક ફ્રાન્ઝ કાફકા જેવું કાવ્યાત્મક અને અવનવીન વાતાવરણ, સામાજિક ટીકા-ટિપ્પણીઓ સાથે એ રીતે પ્રસ્તુત થયું છે કે એનાથી ક્રાંતિ અને કલા બંનેના ઉદ્દેશો સફળ થાય છે.
સદીના ત્રીજા દાયકાના તત્કાલીન સોવિયેત સર્જકો કરતાં એમનું સર્જન સાવ જુદું લાગે છે અને એ જ વિશિષ્ટતા નૉબોકૉવ-સીરિનને રૂસી ભાષાના ઇતિહાસમાં ખૂબ મહત્વનું સ્થાન મેળવી આપે છે.
હસમુખ બારાડી