નૉક આઉટ સ્પર્ધા : મોટાભાગની રમત સ્પર્ધાઓ આ પદ્ધતિએ ખેલાય છે. આને ગુજરાતીમાં ‘બાતલ પદ્ધતિ’ કહેવામાં આવે છે. આમાં વિજેતા ટુકડી કે ખેલાડીને જ આગળ રમવાની તક મળે છે, તેથી પરાજિત ટુકડીઓ કે સ્પર્ધકોને અંત સુધી રોકાવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે આર્થિક દૃષ્ટિએ  આ પદ્ધતિ વધુ લાભદાયી થાય છે. બેના ગુણોત્તર પ્રમાણે સંખ્યા હોય ત્યારે આ પદ્ધતિ વધુ કારગત નીવડે છે. શરૂઆતમાં ઉત્તમ ટુકડીઓ અને સ્પર્ધકોને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી પ્રારંભમાં મજબૂત ટુકડીઓને સામસામે ખેલવાનું ન આવે. તેથી સ્પર્ધામાં સાદ્યંત રસ જળવાઈ રહે છે.

પ્રભુદયાલ શર્મા