નુનાટૅક્સ (Nunataks) : એકાકી ડુંગર, ટેકરી, શિખરભાગ કે ખડકવિભાગ, જે હિમનદીજથ્થાની સપાટીથી બહાર નીકળી આવતા હોય, ચારે બાજુએ હિમનદી કે હિમચાદરોથી ઘેરાયેલા હોય, પરંતુ હિમાચ્છાદિત ન હોય. આ પ્રકારના વિભાગો સામાન્ય રીતે હિમચાદરોની કિનારીઓ નજીક જોવા મળતા હોય છે જ્યાં બરફનો થર પાતળો હોય છે. આવાં ભૂમિસ્વરૂપો ગ્રીનલૅન્ડમાં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા