નામ-પ્રક્રિયાઓ : સંશોધકના નામ ઉપરથી પ્રચલિત થયેલી કાર્બનિક પ્રક્રિયાઓ. વર્ષો અગાઉ નામ-પ્રક્રિયાઓ મુજબ અભ્યાસ કરવાનું પ્રચલિત થયેલું, પરંતુ જેમ જેમ પ્રક્રિયાઓના પ્રક્રમ જાણીતા થવા લાગ્યા તેમ તેમ આ રીત ઓછી વપરાશમાં રહી. હાલ પ્રક્રિયાઓનું તેમના વિશિષ્ટ પ્રકારો તથા પ્રક્રમ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે.
પ્રચલિત નામ-પ્રક્રિયાઓ અનેક છે. જેમાંની ફ્રિડલ-ક્રાફ્ટ્સ, ફિશર ટ્રોપ્સ, ક્લેઈઝન, ક્લેમૅન્સન, વિલગેરોટ, ડીલ્સ-આલ્ડર વગેરે અહીં ઉદાહરણ રૂપે દર્શાવી છે.
નામ–પ્રક્રિયાઓ
આલ્ડોલ સંકલન
પરકીન પ્રક્રિયા બેઇઝ ઉદ્દીપકીય સંકલન
ક્લેઈઝન સંકલન
ડિકમૅન પ્રક્રિયા
સ્ટોબ સંકલન
મેનીખ પ્રક્રિયા ઍસિડ – સંકલન
હૉફમૅન પ્રક્રિયા મૂલક પ્રક્રિયાઓ
બાર્ટન પ્રક્રિયા
શેપીરો વિલોપન-પ્રક્રિયા
ફ્રિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા ઍરોમૅટિક વિસ્થાપન
રાઈમર-ટીમેન પ્રક્રિયા
ડીલ્સ–આલ્ડર પ્રક્રિયા પેરિસાઇક્લિક પ્રક્રિયા
વીટીગ પ્રક્રિયા સંકલન–વિલોપન પ્રક્રિયા
ઓપેનૉર ઉપચયન
બર્ચ અપચયન
ક્લેમેન્સન અપચયન
વુલ્ફ કીશ્નર અપચયન
મીરવાઇન – પોન્ડોફ – વરલી અપચયન
આમાંની ઘણી પ્રક્રિયાઓ ઔદ્યોગિક રીતે અગત્યની હોય છે.
જગદીશ જ. ત્રિવેદી