દશાંશપદ્ધતિ : સંખ્યા 10ના આધાર પર બધી સંખ્યાઓને વ્યક્ત કરતી પદ્ધતિ. સામાન્ય રીતે બધી સંખ્યાઓને આ જ પદ્ધતિમાં લખાય છે; દા. ત. 89573 એ રીતે વ્યક્ત કરાતી સંખ્યા 80000 + 9000 + 500 + 70 + 3 છે. આમ 89573માં 8 તે ખરેખર 80000 છે, 9 તે 9000 છે, 5 ખરેખર તો 500 છે, 7 તે 70 છે જ્યારે 3 તે 3 જ છે. દરેક અંકને 10ના યોગ્ય ઘાત સાથે ગુણીને સરવાળો કરવાથી સંખ્યાનું મૂલ્ય મળે છે. સંખ્યા 432માં એક્કાનો બગડો તે 2 x 1 અથવા 2 x 10° છે, ત્રગડો તે 3 x 101 છે અને 4 x 102 સૂચવે છે. દરેક ધન પૂર્ણાંકને આ રીતે 10ના જુદા જુદા ઘાતોના ગુણકોના સરવાળા રૂપે લખી 10ના ઘાતોને અધ્યાહાર રાખી યોગ્ય ક્રમમાં લખવાથી સંખ્યાનું દશાંશ – સ્વરૂપ મળે છે.

દશાંશપદ્ધતિ દ્વારા કેટલાક અપૂર્ણાંકોને પણ વ્યક્ત કરી શકાય છે. આ માટેએમ 10ના ઋણ ઘાતાંકોનો પણ ઉપયોગ કરી શકાય છે; દા. ત., સાડા બેતાલીસ એટલે બેતાલીસ + અડધા. આ અડધા = ½ અને = 5 x 10–1. આમ બસો સાડા બેતાલીસ એટલે 2 x 102 + 4 x 10 + 2 x 10° + 5 x 101 એમ લખાય. આને ટૂંકમાં 242.5 એમ લખાય છે. કેટલાક અપૂર્ણાંકોને દશાંશ પદ્ધતિમાં લખવા માટે દશાંશચિહન પછી અનંત આંકડાઓ વાપરવા પડે છે; દા. ત.,  = 0.16666…… જેમાં જમણી બાજુ અનંત સંખ્યાના છગડા આવે છે.)

ખરેખર તો દરેક વાસ્તવિક સંખ્યાને દશાંશ પદ્ધતિમાં લખી જ શકાય. સંભવત : આંકડાઓની સંખ્યા અનંત હોય તે બને; દા. ત.,

 = 0.142857142857142857….

અહીં દશાંશચિહન પછી 142857નું સતત પુનરાવર્તન થયાં કરે છે દરેક સંમેય સંખ્યા માટે દશાંશચિહન પછી આંકડાઓની સંખ્યા સાંત કે અનંત હોય અને જો અનંત હોય તો તેમાં પુનરાવર્તન હોય જ. દરેક અસંમેય સંખ્યાના દશાંશ નિરૂપણમાં અનંત આંકડાઓ આવે જ અને તેમાં કોઈ પુનરાવર્તન થાય નહિ.

અરુણ વૈદ્ય