દરબાર ચૉક (નેપાળ) : નેપાળનાં શહેરોમાં ખાસ કરીને રાજમહેલની બહાર આવેલા રસ્તા સાથે જોડાયેલો વિસ્તાર.

સમીપમાં વિવિધ મંદિરો ધરાવતો દરબાર ચૉક (નેપાળ)
આ વિસ્તારમાં પૅગોડાને મળતાં આવતાં મંદિરો તથા બીજાં મંદિરો તથા સ્તંભની ખાસ રચના જોવા મળે છે. લોકોને રાજમહેલની બહાર એકઠા થવા માટે આ વિશાળ જગ્યાનો ઉપયોગ થતો. નેપાળમાં કાઠમંડુ, પાટણ અને ભક્તાપુર (ભાતગાંવ) નજીક નજીક આવેલાં કાઠમંડુ ખીણનાં શહેરો છે. રાજમહેલના પ્રાંગણમાં આવેલ દરબાર ચૉક ત્યાંનાં જોવાલાયક સ્થળોમાં ગણાય છે. રાજમહેલો તથા મંદિરોની લાક્ષણિક કાષ્ઠકલાથી સમૃદ્ધ ઇમારતોને કારણે આ દરબાર ચૉક ત્યાંની સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે.
રવીન્દ્ર વસાવડા