ત્વચાકસોટી (skin test) : સૂક્ષ્મજીવજન્ય (microbial) રોગોના નિદાન માટે અને/અથવા મનુષ્યમાં તે (તે રોગો) સામે પ્રતિકારશક્તિ કેવી છે તેની ચકાસણી માટે કરવામાં આવતી કસોટી.
આ કસોટીમાં રોગકારક શુદ્ધ સૂક્ષ્મજીવોનું સંવર્ધન અથવા સૂક્ષ્મજીવોએ ઉત્પન્ન કરેલ. વિષદ્રવ્ય અંત:ક્ષેપન દ્વારા પ્રતિજન (antigen) તરીકે પ્રવાહી સ્વરૂપે ચામડીમાં દાખલ કરવામાં આવે છે.
અંત:ક્ષેપન કરેલ જગ્યાએ 18થી 72 કલાકમાં લાલ ચકામું દેખાય તો કસોટી હકારાત્મક ગણવામાં આવે છે. હકારાત્મક કસોટીથી દર્દીને આ રોગ થયો હોવાનું નિદાન થાય છે.
વિવિધ રોગો માટે ઉપયોગમાં લેવાતી ત્વચાકસોટીઓ
રોગનું નામ | રોગકારક સૂક્ષ્મજીવ | ત્વચાકસોટી | |
1 | ક્ષય | માયક્રોબૅક્ટેરિયમ ક્ષય | ટ્યૂબરક્યુલિન કસોટી |
2 | રક્તપિત્ત | માયક્રોબેક્ટેરિયમ લેપ્રી | લેપ્રોમિન કસોટી
(લેપ્રોપિન-લેપ્રસી વાળા દર્દીની પેશીનો અર્ક) |
3 | બ્રુસેલોસિસ | બ્રુસેલા એબોર્ટસ | બ્રુસેલર્જિન કસોટી
તથા અન્ય જાતિ |
4 | હિસ્ટોપ્લાઝમોસિસ
(ફેફસાંનો રોગ) |
હિસ્ટોપ્લાઝમા
કૅપ્સુલેટમ (ફૂગ) |
હિસ્ટોપ્લાસ્મિન કસોટી |
5 | કાલાઝાર | લાઇસમેનિયા ડોનોવાની | લાઇસેમિન કસોટી
તથા અન્ય જાતિ (પ્રજીવ) |
6 | સ્કાર્લેટ ફીવર | સ્ટ્રૅપ્ટોકોકસ પાયોજિનસ | ડીક કસોટી |
7 | ડિફ્થેરિયા | કોરિનબૅક્ટેરિયમ ડિફ્થેરી | સીક કસોટી |
8 | લીમ્ફોગ્રેન્યુલોમા
વિનરમ (જાતીય રોગ) |
ક્લેમેડીઆ ટ્રેકોમેટીસ | ફ્રી કસોટી |
ઍલર્જીની તપાસમાં પણ ત્વચાકસોટી થાય છે.
પ્રમોદ રતિલાલ શાહ