તેજાના પાકો
ખોરાકને સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવતા મસાલાના પાકો. આ પાકોની બનાવટો, ખાદ્ય પદાર્થોમાં ઉમેરવાથી ખોરાકને સુગંધિત અને લહેજતદાર બનાવી શકાય છે. તેજાના અને મસાલામાં બાષ્પશીલ (volatile) તેલ હોય છે; જે ખોરાકમાં સોડમ અને સ્વાદ ઉમેરે છે. ત્રેસઠ જેટલા તેજાના–મસાલા પાકો ભારતમાં ઉગાડવામાં આવે છે. તેજાના પાકોનું વર્ગીકરણ વિવિધ રીતે કરી શકાય :
(1) છોડના વિવિધ ભાગો, જેવા કે પાન, ફૂલ, છાલ પ્રકાંડ, ફળ, બીજ વગેરેના વપરાશના આધારે.
(2) પાકના કુળ(family)ના આધારે.
(3) છોડની આવરદાના આધારે.
(4) છોડના હવામાં રહેતા ભાગોને આધારે.
ઉપર જણાવેલ એક પણ વર્ગીકરણ સંપૂર્ણ નથી. આ કારણે વર્ગીકરણના મિશ્રણનો ઉપયોગ કરી સર્વમાન્ય વર્ગીકરણ બનાવેલ છે, જેને પાંચ જૂથમાં વહેંચવામાં આવેલ છે :
(અ) મુખ્ય તેજાના (major spices) : કાળાં મરી, એલચી, આદું, હળદર વગેરે.
(બ) બીજવાળા તેજાના (seed spices) : ધાણા, મેથી, જીરું, વરિયાળી, સુવાદાણા, રાઈ વગેરે.
(ક) વૃક્ષ તેજાના (tree spices) : લવિંગ, જાયફળ, તજ, આંબલી, વગેરે.
(ડ) ઔષધીય તેજાના (herbal spices) : ફુદીનો, બ્રાસિલ, હોર્સ રેડિશ, પાંર્સલિ, રોઝમરિ વગેરે.
(ઈ) અન્ય તેજાના : લસણ, ડુંગળી, વેનિલા, કેસર, હિંગ વગેરે.
ભારતમાં તેજાનાઉદ્યોગની અગત્ય : (1) ભારતમાં દર વર્ષે 20 લાખ ટન જેટલા જુદા જુદા તેજાના ઉત્પન્ન થાય છે, જેની કિંમત અંદાજે, રૂ. 4,200 કરોડની ગણાય. દુનિયાના ઉત્પાદનની સરખામણીમાં ભારતનો ફાળો 25થી 30 % ગણી શકાય.
(2) ભારત દર વર્ષે 90,000 ટન જેટલા તેજાના અને તેની બનાવટો નિકાસ કરી રૂ. 240 કરોડનું હૂંડિયામણ મેળવે છે. ભારત તેજાનાની નિકાસમાં દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. આમાં કાળાં મરી(pepper)નો 50 % જેટલો ફાળો છે.
(3) રસોઈની વાનગીઓનું તેજાના અવિભાજ્ય અંગ છે. ખાસ કરીને ખોરાકને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવામાં તેજાનાનો અગત્યનો ફાળો છે.
(4) ઘણાખરા તેજાના ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. તેજાના અને તેની બનાવટો વિવિધ દવાઓ બનાવવામાં વપરાય છે.
(5) વાળ અને ચામડીને સુંદર બનાવનાર સૌંદર્યપ્રસાધનો (cosmetics) તેમજ સુગંધી પદાર્થો (perfumes), જેવાં કે અત્તર, તેલ બનાવવા તેજાના વપરાય છે. તેજાના મુખવાસ તરીકે અને તેજાનાનું તેલ સાબુ, ટૂથપેસ્ટ, રૂમના વાતાવરણને તાજગીભર્યું રાખવા વગેરે માટે વપરાય છે.
તેજાનાના ઘણા પાકોનું ઉદભવસ્થાન ભારત છે. અને તેથી ભારત ‘તેજાનાની ભૂમિ’ તરીકે જાણીતું છે. માનવસંસ્કૃતિની શરૂઆત સાથે તેજાનાનો ઇતિહાસ જોડાયેલો છે. એક રીતે સંસ્કૃતિના વિનિમયના સાધન તરીકે તેજાનાનો ઉપયોગ થતો.
(અ) મુખ્ય તેજાના : (1) કાળાં મરી : તેનું વૈજ્ઞાનિક નામ Piper nigrum L છે. તે પાઈપરસી કુળનો છોડ છે. મરીનું મૂળ વતન દક્ષિણ ભારતમાં પશ્ચિમઘાટનાં ઉષ્ણકટિબંધનાં જંગલો માનવામાં આવે છે. મરીનો છોડ નાગરવેલના છોડને મળતો આવે છે. મરીના વેલા સોપારી, નારિયેળી, સિલ્વર ઑકના થડ ઉપર ચઢાવી તેની ખેતી કરવામાં આવે છે. મરી એક અગત્યનો પાક છે તેને તેજાના પાકોના સમૂહમાં ‘રાજા’ તરીકે સ્થાન મળ્યું છે.
ઉપયોગ : સુગંધશક્તિ અને ગરમ તીખા તમતમતા સ્વાદને કારણે વિવિધ વાનગીઓ બનાવવામાં તે ઉપયોગી છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ શરદી, ઉધરસ, દમ, અન્નનળીનો સોજો જેવાં દર્દોના નિવારણ માટે, અમોઘ ઔષધ તરીકે થાય છે.
પ્રદેશ અને વિસ્તાર : ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, બ્રાઝિલ, અને માડાગાસ્કર મરી પકવતા મુખ્ય દેશો છે. ભારતમાં 1.36 લાખ હેક્ટર વિસ્તારમાં મરીની ખેતી થાય છે, જે પૈકી 94 % જેટલો વિસ્તાર ફક્ત કેરળ રાજ્યમાં છે. ભારતમાંથી દર વર્ષે 32,000 મેટ્રિક ટન કાળાં મરીની નિકાસ થાય છે. તેમાંથી રૂ. 110 કરોડનું હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.
આબોહવા અને જમીન : મરીના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ અનુકૂળ હોય છે. માટીયાળ ગોરાડુ, લાલ ગોરાડુ અને વણ-ખેડેલી સેન્દ્રિય તત્વોથી ભરપૂર જમીન આ પાકના ઉછેર માટે ઉત્તમ છે.
જાતો : ભારતમાં મરીની 75 કરતાં પણ વધુ જાતો છે. આ પૈકી કરી મુન્ડા, કોટ્ટાનાદર, નીલા મુન્ડી, ઉડ્ડાગરે વગેરે વાવેતર માટે પ્રચલિત છે. આ ઉપરાંત સુધારેલી જાતો પુન્નીયર 1થી 5 જાતો, શ્રીકારા, શુભકારા, પંચામી, પૌરનામી જાતો સારું પરિણામ આપે છે.
સંવર્ધન અને વાવેતર : પાકટવેલના મૂળવાળા લાંબી આંતરગાંઠો ધરાવતા ટુકડા દ્વારા મરીનું સંવર્ધન થાય છે. બીજ દ્વારા પણ છોડ તૈયાર કરી શકાય, પરંતુ તેમાં માતૃછોડના ગુણો જાળવી શકાતા નથી. 2.5 × 2.5 મીટરના અંતરે 0.5 × 0.5 × 0.5 મીટર કદના ખાડા કરી મરીની કટકા કલમો ચોમાસું શરૂ થતાં ચોપવામાં આવે છે, બાજુમાં પાંગારાનો રોપ કે 2 મીટર લાંબો ટુકડો વાવવામાં આવે છે, જેનો આધાર લઈ મરીની વેલ ઊંચી વધે છે; પણ સોપારી, નારિયેળીના થડ ઉપર વેલા ચઢાવવા માટે મરીની કટકા કલમો થડથી 1 મીટર દૂર ચોપવામાં આવે છે. આ રીતે મરીનું વાવેતર બે પદ્ધતિથી થાય છે.
પાકસંરક્ષણ : આ પાકમાં ચાંચડી જીવાત અને સુકારાનો રોગ અગત્યના છે, જે પાકસંરક્ષણનાં પગલાં લેવાથી કાબૂમાં લઈ શકાય છે.
ઉત્પાદન : સાત-આઠ વર્ષની ઉંમરના વેલા ઉપરથી હેક્ટરે 800થી 1000 કિગ્રા. લીલાં કાળાં મરી મળે છે; પરંતુ સુકવણી કરવાથી લીલાં મરીમાંથી કાળાં મરીની 35 % અને સફેદ મરીની 25 % જેટલી પુન: પ્રાપ્તિ (recovery) થાય છે.
(2) એલચી (cardamom) : તેનું વૈજ્ઞાનિક નામ Elettaria cardamomum (L) Maton. એલચી ઝિંજીબરેસી કુળનો છોડ છે. એલચીનું નામ ‘તેજાના પાકોની રાણી’ તરીકે જાણીતું છે, અને તેનું ઉદભવસ્થાન દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટનાં જંગલો માનવામાં આવે છે.
ઉપયોગ : મુખવાસ તરીકે તેમજ ખાદ્ય બનાવટો પેંડા, બરફી, આઇસક્રીમ, શિખંડ વગેરેને સુગંધિત બનાવવા એલચીનો ઉપયોગ થાય છે.
પ્રદેશ અને વિસ્તાર : કેરળ, કર્ણાટક, અને તમિળનાડુ રાજ્યોમાં 1 લાખ હેક્ટર જમીનમાં આ પાકનું વાવેતર થાય છે. શ્રીલંકા, થાઇલૅન્ડ, ગ્વાટેમાલા, ઇન્ડો-ચાયનામાં આ પાક ઉગાડવામાં આવે છે. ભારતની એલચી સ્વાદ, સુગંધ અને વધુ સુગંધી તેલના કારણે આંતર રાષ્ટ્રીય બજારમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ પાકની નિકાસથી રૂ. 7 કરોડથી પણ વધુ હૂંડિયામણ ભારતને મળે છે. મોટી એલચીનું ઉદભવસ્થાન પૂર્વીય હિમાલયનો વિસ્તાર છે. સિક્કિમ, દાર્જિલિંગ અને અસમની ટેકરીઓમાં 23,000 હેક્ટરમાં મોટી એલચીનું વાવેતર થાય છે. અને 3,250 ટન જેટલું ઉત્પન્ન મળે છે.
આબોહવા અને જમીન : દરિયાકિનારાથી 600થી 1200 મીટર ઊંચાઈએ પશ્ચિમઘાટનાં જંગલો આવેલાં છે, જે એલચીના વાવેતર માટે વધુ અનુકૂળ છે. જમીન લાલ કે ગોરાડુ પણ ફળદ્રૂપ હોય, વળી જ્યાં પુષ્કળ પ્રમાણમાં આવરણ માટે પાન મળી શકે ત્યાં આ પાક સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.
જાતો : ફળના કદના આધારે નાની અને મોટી એમ બે જાતો છે. મુખ્ય જાતો દેશી છે, જ્યારે ગૌણ જાતો મૈસૂર, મલબાર જાત અને વાઝુક્કા જાત તરીકે પ્રચલિત છે. સુધારેલ જાતો જેવી કે કૂર્ગ ઇલાયચી, મલબાર સિલેક્શન 1, ICRI-1 અને ICRI-2 વગેરે છે.
સંવર્ધન અને વાવેતર : એલચીનું સંવર્ધન બીજથી તેમજ પીલાં(suckers)થી પણ થાય છે. નવેમ્બર-ડિસેમ્બર માસમાં છોડ રોપીને વાવેતર કરવામાં આવે છે. પીલાંનો ઉપયોગ ખાલી જગાઓ (gaps) પૂરવામાં થાય છે.
માતૃછોડમાંથી વધુ સંખ્યામાં છોડ તૈયાર કરવાની રીત એલચી સંશોધનકેન્દ્ર, એપ્પાનગલા (કેરળ) ખાતે શોધવામાં આવી છે. જે વિશ્ર્વાસપાત્ર, ઝડપી અને કરકસરયુક્ત છે.
પાકસંરક્ષણ : મોલો-મશી, પરોપજીવી કૃમિ જેવી જીવાતો અને ડોડવાનો સડો, પ્રકાંડનો સડો જેવા રોગો આ પાકને નુકસાન કરે છે, પરંતુ યોગ્ય માવજતથી કાબૂમાં લઈ શકાય છે.
ઉત્પાદન : એલચીનો છોડ વાવેતર કર્યા પછી બે વર્ષે ઉત્પાદન આપતો થાય છે. ઑક્ટોબર-નવેમ્બરમાં લીલાં ફળો ઉતારવાની પ્રથા છે. નાની જાત (મલબાર) હેક્ટરે 80થી 90 કિગ્રા. અને મોટી જાત 100થી 110 કિગ્રા. હેક્ટરે ઉત્પન્ન આપે છે. એલચીનાં ફળોની સુકવણી કરવાથી 20 %થી 25 % મળે છે.
(3) આદું (ginger) : તેનું વૈજ્ઞાનિક નામ (Zingiber officinale, L. છે તે ઝિંજીબરેસી કુળનો છોડ છે. તે દુનિયાનો અગત્યનો તેજાના પાક છે.
ઉપયોગ : આદુંમાંથી મળતું તેલ રેઝિન શરદી માટેની દવાઓ અને પીણાંમાં વપરાય છે. લીલું આદું ચટણી અને શાકભાજીમાં તેમજ અન્ય વાનગીઓમાં ઉપયોગી છે. આદુંની સુકવણી કરવાથી સૂંઠ બને છે; જે શરદી, સળેખમ, ખાંસી માટેની દવાઓ બનાવવામાં વપરાય છે. સૂંઠ અગત્યના મસાલા તરીકે ઉપયોગી છે.
પ્રદેશ અને વિસ્તાર : ભારત ઉપરાંત જમૈકા, નાઇજિરિયા, બ્રાઝિલ, ચીન, જાપાન અને ઇન્ડોનેશિયામાં આદુંનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં 53,000 હેક્ટર વિસ્તારમાંથી 1,30,000 ટન સૂંઠ તૈયાર થાય છે. લગભગ 5000 ટન હિસ્સો નિકાસ કરવામાં આવે છે. તેની કિંમત રૂ. 20 કરોડ જેટલી થાય છે. ભારતમાં આદું કેરળ, મેઘાલય, ઓરિસા, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે, ગુજરાતમાં આદુંનો પાક ખેડા, વલસાડ, સૂરત, અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાં થાય છે.
આબોહવા અને જમીન : ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે; ફળદ્રૂપ નિતારવાળી ગોરાડુ, મધ્યકાળી જમીનમાં આદું સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. પાણી ભરાઈ રહે તેવી કાળી જમીનમાં આદું થતું નથી.
જાતો : રિયો-ડી-જાનેરો આદુંની જાત ખેડૂતોમાં વધુ પ્રચલિત છે. તેનો હેક્ટરે 25થી 35 ટન ઉતારો મળે છે. સુકવણીથી પુન: પ્રાપ્તિ 16થી 18 % છે. સુધારેલી જાતો સુપ્રભા, સુરુચિ અને સુરારિ જાતો ઓરિસાથી બહાર પાડી છે.
સંવર્ધન અને વાવેતર : આદુંની ગાંઠના ટુકડાના ઉપયોગ કરી વાવેતર કરવામાં આવે છે. 30 × 15 સેમી.ના અંતરે આદુંનું વાવેતર એપ્રિલ માસમાં કરવામાં આવે છે. હેક્ટર 1200 કિગ્રા. આદુંની ગાંઠની બીજ તરીકે જરૂર પડે છે. છાંયડા માટે સોટિયો ગુવાર વાવવામાં આવે છે. કેળ, આંબા, ચીકુના પાકની વચ્ચે મિશ્ર પાક તરીકે પણ આદું લેવાની પ્રથા છે.
પાક–સંરક્ષણ : કૂંપળનો કીડો, પાનકોરિયું જેવી જીવાત અને ગાંઠનો પોચો સડો, સુકારો જેવા રોગો આ પાકને નુકસાન કરે છે; પરંતુ ઉચિત માવજતથી રોગજીવાતને કાબૂમાં લઈ શકાય છે.
ઉત્પાદન : આદુંનું સરાસરી ઉત્પાદન હેક્ટરે 15થી 25 ટન ગણાય. સુકવણી કરવાથી 16થી 25 % પુન: પ્રાપ્તિ મળે છે, જેનો આધાર આદુંની જાત અને વાવેતરના સ્થળ ઉપર છે.
(4) હળદર (turmeric) : તેનું વૈજ્ઞાનિક નામ Curcuma longa L. છે. આ ઉપરાંત ત્રણ જાતો C. aromatica કોચીન હળદર છે. angustifoliaમાં મેંદો વધારે હોય છે. C. amada આંબા હળદર તરીકે જાણીતી છે. રંગે આ હળદર સફેદ હોય છે. આદુંની માફક હળદર પણ ઝિંજીબરેસી કુળનો છોડ છે.
ઉત્પાદન : લીલી હળદરનું હેક્ટરે ઉત્પાદન 20થી 25 મેટ્રિક ટન મળે છે. સુકવણી કરવાથી 20 થી 30 % પુન: પ્રાપ્તિ થાય છે, પણ તેનો આધાર જાત અને વાવેતરના સ્થળ ઉપર છે.
પ્રદેશ અને વિસ્તાર : ભારતમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, ઓરિસા, કેરળ, બિહાર, હળદર ઉગાડનારાં અગત્યનાં રાજ્યો છે. ગુજરાતમાં વલસાડ, સૂરત, ખેડા, વડોદરા જિલ્લામાં હળદરનો પાક લેવાય છે. દક્ષિણ ગુજરાતમાં આદું-હળદરનો પાક કેળ-ચીકુના ફળપાકોની વચ્ચે મિશ્રપાક તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં 1 લાખ હેક્ટરમાં હળદર થાય છે, અને વાર્ષિક ઉત્પાદન 3,23,800 ટન છે. ઉત્પાદનના 15 % હળદરની નિકાસ થાય છે, જેમાંથી રૂ. 20 કરોડનું હૂંડિયામણ મળે છે.
આબોહવા અને જમીન : આદુંના પાકને અનુકૂળ આબોહવા અને જમીન હળદરના પાકને પણ માફક આવે છે.
જાતો : હળદરનો કો-1, સુગુણા, સુવર્ણા, સુગન્ધમ્, રોમા, સુરોમા, રંગા, રશ્મિ, સુદર્શન, ક્રિષ્ણા જાતો અગત્યની સુધારેલી જાતો છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી તરફથી ‘સુગન્ધમ્’ જાત બહાર પાડવામાં આવી છે, જે ગુજરાત માટે સારી ગણાય છે.
સંવર્ધન અને વાવેતર : ગાંઠથી સંવર્ધન થાય છે. આંબા કે ચીકુનાં ઝાડ વચ્ચે 30 સેમી.ના અંતરે હળદરની 15થી 20 હાર વાવવામાં આવે છે. જ્યારે કેળની બે હાર વચ્ચે પાંચ હાર હળદરની વવાય છે. હળદર એકલા પાક તરીકે પણ લઈ શકાય છે. રોપણી માટે 3000 કિગ્રા. ગાંઠોની જરૂર પડે છે.
પાકસંરક્ષણ : ગાંઠનો સડો, પાનનાં ટપકાં જેવા રોગો અને જીવાતમાં ડૂંખનો કીડો, કૃમિ વગેરે જોવા મળે છે, જેનું યોગ્ય માવજતથી નિયંત્રણ કરી શકાય છે.
ઉપયોગ : લીલી હળદર કાપીને મીઠું ઉમેરી ખાવામાં વપરાય છે. સૂકી હળદરનો ભૂકો મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હળદરમાંથી મળતો ‘કરકયુમીન’ નામનો રંજક પદાર્થ કાપડના રંગાટ-ઉદ્યોગમાં અને શુદ્ધ ઘીની પરખમાં વપરાય છે. હળદરમાંથી બનતા વેનિશિંગ ક્રીમ, પીઠી વગેરે સુગંધી દ્રવ્યો લોકપ્રિય છે. આદુંની જેમ હળદર પણ આયુર્વેદિક ઔષધ તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે.
(બ) બીજવાળા તેજાના અથવા ગૌણ તેજાના :
આ જૂથના અગત્યના પાકોની વિગત ટૂંકમાં અત્રે આપી છે.
(1) ધાણા (coriander) : તેનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam L. છે અને એપીએસી કુળનો એક વર્ષાયુ છોડ છે.
ઉપયોગ : લીલા ધાણા ‘કોથમીર’ તરીકે જાણીતા છે, જે શાકભાજીમાં વપરાય છે. ધાણાનાં પાન અને બીજમાં ‘કોરીએન્ડ્રનોલ’ નામનું સુગંધિત તેલ છે, તેથી ધાણા મસાલા તરીકે શાકાહારી તેમજ માંસાહારી – એમ બંને પ્રકારની ભોજનની વાનગીઓમાં લોકપ્રિય છે. ધાણાદાળ આપણે ત્યાં મુખવાસ માટે જાણીતી છે. આ ઉપરાંત ધાણાનો અથાણાં, ચટણી અને આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ થાય છે. પરફ્યુમરી ઉદ્યોગમાં પણ વપરાય છે.
પ્રદેશ અને વિસ્તાર : ભારત, મોરોક્કો, રશિયા, હંગેરી, પાકિસ્તાન, પોલૅન્ડ, રુમાનિયા, ચેકોસ્લોવૅકિયા ગ્વાટેમાલા, મેક્સિકો અને અમેરિકામાં આ પાકનું વ્યાપારી ધોરણે વાવેતર થાય છે. ભારતમાં આંધ્રપ્રદેશ તમિળનાડુ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આ પાક લેવાય છે. ભારતમાં 3.5 લાખ હેક્ટરમાં આ પાક લેવાય છે, જેનું વાર્ષિક ઉત્પાદન 1,61,700 ટન છે. સ્થાનિક વપરાશને કારણે નિકાસ બહુ ઓછી થાય છે.
ગુજરાતમાં આ પાક નીચે 21,000 હેક્ટર જમીન છે, જેમાંથી 17,000 ટન ધાણાનાં બીજ ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં ધાણાની ખેતી મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે.
આબોહવા અને જમીન : ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે. તેથી ધાણાનાં બીજ માટે તૈયાર કરવા રવીઋતુ યોગ્ય છે. લીલા ધાણા – કોથમીર ગમે ત્યારે થઈ શકે છે. નિતારવાળી પણ ફળદ્રૂપ ગોરાડુ, મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ છે.
જાતો : કો.-1, કો-2, કો-3 તમિળનાડુ કૃષિ યુનિવર્સિટી તરફથી, ગુજરાત ધાણા–1 અને 2 જાતો ગુજરાત કૃષિ યુનિવર્સિટી તરફથી બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત સ્વાતિ, સાધના, આરસી આર–41 સુધારેલ જાતો છે.
સંવર્ધન અને વાવેતર : બીજથી સંવર્ધન થાય છે. પૂંખીને વાવેતર માટે હેક્ટરે 10થી 15 કિગ્રા. બીજની જરૂર પડે છે. બીજ માટેનો પાક 90થી 110 દિવસે તૈયાર થાય છે.
પાકસંરક્ષણ : ભૂકીછારોનો રોગ, મોલોમશી જીવાતનો ઉપદ્રવ અનુક્રમે ગંધકયુક્ત દવા અને ફોલીડોલ ભૂકીનો યોગ્ય માત્રામાં છંટકાવ કરવાથી કાબૂમાં લાવી શકાય છે.
જૂથ બ (ચાલુ) : બીજવાળા તેજાના નીચે આવતા ગૌણ પાકોની સંક્ષિપ્ત માહિતી : કોઠો 1
અનુ.
નંબર |
ગુજરાતી નામ,
અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ અને કુળ |
ઉપયોગ | પ્રદેશ અને
વિસ્તાર |
આબોહવા
અને જમીન |
જાતો | સંવર્ધન અને
વાવેતર |
પાકસંરક્ષણ | ઉત્પાદન |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
4 |
વરિયાળી (fennel)
(Foeniculam vulgare Mil.) એપી.એસી. |
ભારતમાં વરિયાળીનો
ઉપયોગ મુખવાસ તરીકે પ્રચલિત છે. તેના સુગંધી તેલનો ઉપયોગ ચૉકલેટ, ઠંડાં પીણાં અને દવામાં થાય છે. |
ભારત, ચીન,
ઇજિપ્ત, ફ્રાન્સ, ઇટાલી, જાપાન, રશિયા, હંગેરી, જર્મની વગેરે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, બિહાર વગેરે. ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા વગેરે. |
નિતારવાળી
ગોરાડુ, મધ્યમ કાળી કે ભાઠાની જમીન. રવીઋતુ અનૂકુળ છે. |
કો–1 ગુજરાત
વરિયાળી-1 એસ-7-8 અને વીએફ-35. |
બીજથી
ધરુવાડિયું તૈયાર કરી શકાય. ફેર- રોપણી ઑગસ્ટના મધ્યમાં. હેક્ટરે 40,000 રોપાઓની જરૂરત. |
રોગસાકરિયો,
અને જીવાત મોલોમશી. પાક સંરક્ષણ પગલાં લેવાથી નિયંત્રણ મેળવી શકાય છે. |
પાક-210થી 235
દિવસે પાકે છે. હેક્ટરે 1800થી 2000 કિગ્રા. જેટલું ઉત્પન્ન મળે છે. |
5 |
સુવાદાણા (dill
seed) (Anethum garaveo lens L.) એપીએસી. |
આયુર્વેદની દવા
બનાવવા સુવાનું પાણી બાળકો માટે સારું. મસાલા તરીકે ઉપયોગ. |
ઈરાન, ભારત,
પાકિસ્તાન, તુર્કસ્તાન, ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ગુજરાતમાં મહેસાણા, પાલનપુર. |
ઉપર મુજબ. | સ્થાનિક જાત
પાટણ 67 વરુણા |
બીજથી
ધરુવાડિયું. હેક્ટરે બીજનો દર 2 કિગ્રા.. |
ભૂકી છારો અને
સુકારો મુખ્ય રોગો. મોલોમશી જીવાત. પાકસંરક્ષણના પગલાંથી રોગ જીવાત કાબૂમાં આવે છે. |
પાક 160થી 165
દિવસે તૈયાર થાય છે. હેક્ટરે 800થી 1000 કિ.ગ્રા. જેટલું ઉત્પન્ન મળે છે. |
6 |
રાઈ (mustard)
(Brassica nigra L.) બ્રાસીકેસી. |
દાળ, શાક, ખમણના
વઘારમાં, ચટણી, રાયતું, અથાણામાં, ખાદ્યતેલ, ઊંજણ, અને તેલમાલિશ માટે. |
ભારત, ચીન,
પાકિસ્તાન, ભારતમાં ઉત્તરપ્રદેશ, પંજાબ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત વગેરે. ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ. |
હવામાન ઠંડું
પણ સૂકું. શિયાળુ પાક તરીકે, જમીન મધ્યમ કાળી, ગોરાડુ પણ ફળદ્રૂપ. |
બીજથી વાવેતર
થાય છે. બીજ હેક્ટરે 3થી 4 કિગ્રા.. |
ભૂકી છારો,
મોલોમશી અને રાઈની કાળી માખી પાકસંરક્ષણનાં પગલાં લેવાથી નિયંત્રણ શક્ય છે. |
પાક 115થી 120
દિવસે તૈયાર થાય. પાકની કાપણી વહેલી સવારે કરવી. હેક્ટરે ઉત્પન્ન બિનપિયત 1200 કિગ્રા. અને પિયતપાક તરીકે 2000 કિગ્રા. |
જૂથ ક : વૃક્ષતેજાના નીચે આવતા અગત્યના પાકો : લવિંગ, જાયફળ, તજ અને આંબલીની સંક્ષિપ્ત માહિતી : કોઠો 2
અનુ.
નંબર |
ગુજરાતી નામ,
અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ અને કુળ |
ઉપયોગ | પ્રદેશ અને
વિસ્તાર |
આબોહવા
અને જમીન |
જાતો | સંવર્ધન અને
વાવેતર |
પાકસંરક્ષણ | ઉત્પાદન |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
1 | લવિંગ (clove)
(Sizygium aromaticum) મિરટેસી. |
મુખવાસ, મસાલા
તરીકે તે તેની સુગંધ અને ઔષધીય મૂલ્ય માટે જાણીતું છે. પરફ્યુમરી અને દવાઉદ્યોગમાં વપરાય છે. |
ઉદભવસ્થાન
મોલ્યુકાઝ ટાપુ (ઇન્ડોનેશિયા) ઝાંઝીબાર, માડાગાસ્કર અને ઇન્ડોનેશિયા દુનિયાનું ઉત્પાદન 63,700 ટન લવિંગ ભારતમાં 600 હેક્ટરમાં થાય છે. કેરળ, તમિળનાડુ અને કર્ણાટક રાજ્યો. |
હૂંફાળુ પણ
ભેજવાળું વાતાવરણ માફક આવે. દરિયા- કિનારાની અને જંગલની જમીન અનુકૂળ છે. |
દેશી જાતો
વાવેતર નીચે છે. |
સંવર્ધન બીજથી
દોઢ-બે વર્ષના રોપની ફેર- રોપણીથી વાવેતર. |
પાનનો સડો,
ભીંગડાવાળી જીવાત, થડ કોરી ખાનાર કીડી. યોગ્ય માવજતથી નિયંત્રણ. |
અનુકૂળ
સ્થિતિમાં ઝાડદીઠ 4થી 8 કિગ્રા. સૂકાં લવિંગ મળે છે. 15 વર્ષ પછી ઉતારો ઘટે છે. |
2 | જાયફળ (nutmeg)
(Myristica fragrans Houtt.) (Myristicaceae) મિરિસ્ટીકેસી. |
જાયફળ અને તેની
છાલ એટલે જાવંત્રી રસોની બનાવટો, ચૉકલેટઉદ્યોગ અને દવાઉદ્યોગમાં ઉપયોગી છે. મીઠાઈમાં સુગંધ માટે ઉમેરવામાં આવે છે. |
ઇન્ડોનેશિયાનો
ટાપુ મોલ્યુકાઝ ઉદભવસ્થાન છે. ભારતમાં કેરળ, તમિળનાડુ અને કર્ણાટક રાજ્યમાં. 3000 હેક્ટરમાં થાય છે. |
ઉપર મુજબ | દેશીજાત.
નર-નારીના છોડ અલગ અલગ હોય |
બીજથી સંવર્ધન
થાય છે. વર્ષ કે દોઢ વર્ષના છોડની ફોરરોપણી ખેતરમાં કરવામાં આવે છે. |
ફળનો સડો,
ડાળીનો સુકારો મુખ્ય રોગો છે. તાંબાયુક્ત દવાથી રોગો કાબૂમાં આવે છે. |
જાયફળ હેક્ટર
700 કિગ્રા. અને જાવંત્રી 100 કિગ્રા. મળે છે. |
3 | તજ (cinnamon)
(Cinnamomani verum) લૉરેસી. |
તજ મુખવાસ તરીકે
અને રસોઈની બનાવટો, મીઠાઈઓમાં વપરાય છે. છાલમાંથી નીકળતું તેલ દવા અને પરફ્યુમરી ઉદ્યોગમાં વપરાય છે. |
શ્રીલંકા, ભારત,
સિસિલી, ઇન્ડોનેશિયા અને ચીન છે. ભારતમાં કેરળ, તમિળનાડુ અને કર્ણાટક રાજ્યોમાં થાય છે. |
ગરમ અને
ભેજવાળું હવામાન અનુકૂળ છે. સારા નિતારવાળી ફળદ્રૂપ જમીન માફક આવે છે. |
કોઈ ખાસ જાત
નથી. ઇન્ડિયન કેશિયા ખોટી તજ છે. જ્યારે સિબોન તજ સાચી તજ છે, સ્વિટવૂડ તરીકે પણ ઓળખાય છે. |
સંવર્ધન બીજથી
તેમજ વાનસ્પતિક વૃદ્ધિ દ્વારા થઈ શકે છે. એક વર્ષના છોડ ફેર- રોપણીથી ખેતરમાં રોપવામાં આવે છે. |
મૂળનો કોહવારો,
પાનનાં ટપકાં, તજનું પતંગિયું, વગેરે પાકસંરક્ષણથી કાબૂમાં લઈ શકાય છે. |
હેક્ટરે 200થી
300 કિગ્રા. સૂકી છાલ તજ તરીકે મળે છે. |
4 | આંબલી (tamarind)
(Tamarindus indicus L.) સીઝાલ્પિનિયેસી. |
રસોઈની બનાવટોમાં
વપરાય છે. બીજમાંથી ગુંદર. લાકડું ઇમારતી લાકડા તરીકે ઉપયોગી |
ઉદભવસ્થાન
આફ્રિકા છે. ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ- કટિબંધના પ્રદેશમાં આંબલી ઊગે છે. |
ઉષ્ણ અને
સમશીતોષ્ણ કટિબંધની આબોહવા પાકને અનુકૂળ છે. આંબલી દરેક પ્રકારની જમીનમાં થાય છે. |
PKM-1,
યુરીગામ સારી જાતો છે. |
બીજથી તેમજ
બીજેતર પદ્ધતિથી સંવર્ધન થઈ શકે છે. |
ભૂકી છારો,
ભીંગડાવાળી જીવાતથી નુકસાન થાય છે. જે યોગ્ય માવજતથી કાબૂમાં લઈ શકાય છે. |
પુખ્ત વયનું ઝાડ
200થી 250 કિગ્રા. ફળ આપે છે. 30 ટકા ગર્ભ |
જૂથ ડ : ઔષધીય તેજાના(herbal spices)નાં પાન ખોરાકને સજાવવામાં વપરાય છે. આ જાતના તેજાના ઔષધો અને સૌંદર્યપ્રસાધનો માટે વપરાય છે. 300 ટનની જરૂરત સામે 65 ટન ભારતમાં ઉત્પન્ન થાય છે. ફુદીનો, બ્રાસિલ, હોર્સ રૅડિશ, ઓરિગાનો, જંગલી મરવો, પાર્સલિ, રૉઝમરિ, ટેરગના, ટાઇમ, સેવોરી વગેરે હર્બલ તેજાનાના પાકો છે.
જૂથ ઈ : અન્ય તેજાના : લસણ, ડુંગળી, મરચી, વેનિલા, કેસર, હિંગ વગેરેની વિગત (સંક્ષિપ્તમાં) : કોઠો 3
અનુ.
નંબર |
ગુજરાતી નામ,
અંગ્રેજી નામ, વૈજ્ઞાનિક નામ અને કુળ |
ઉપયોગ | પ્રદેશ અને
વિસ્તાર |
આબોહવા
અને જમીન |
જાતો | સંવર્ધન અને
વાવેતર |
પાકસંરક્ષણ | ઉત્પાદન |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
1 | લસણ (garlic)
(Allium sativam L.) લીલીયેસી. |
મસાલા તરીકે. લસણ
લોહીની નસોમાં જામી જતી ચરબી ઘટાડે છે. આયુર્વેદમાં દવાની બનાવટમાં વપરાય છે. |
ઉદભવસ્થાન
દક્ષિણ યુરોપ. ગુજરાત, ઓરિસા રાજ્ય મોખરે છે. દેશમાં 57000 હેક્ટર, જમીનમાં થાય છે. 500 ટનની નિકાસ. ગુજરાતમાં જામનગર અગત્યનું સ્થાન. |
ઠંડી અને સૂકી
આબોહવા માફક આવે છે. સારી નિતારવાળી ગોરાડુ કે મધ્યમ કાળી જમીન અનુકૂળ. |
ટી-1 લસણ,
ગુજરાત લસણ-1 (સફેદ) ગુજરાત લસણ-10 (લાલ) અગત્યની સુધારેલી જાતો. |
કળીથી સંવર્ધન
હેક્ટરે 150થી 200 કિગ્રા. કળીની જરૂર પડે. |
પાનનાં ટપકાંનો
રોગ અને થ્રીપ્સ નામની જીવાત યોગ્ય માવજતથી કાબૂમાં લઈ શકાય છે. |
હેક્ટરે 6થી 7 ટન
લસણ મળે છે. |
2 | ડુંગળી (onion)
(Allium cepa L) લીલીયેસી. |
રસોઈની વાનગીમાં
મસાલા તરીકે પાઉડર પણ ઉપયોગમાં લેવાય. આયુર્વેદની દવા બનાવવા શરદીમાં ડુંગળી |
મહારાષ્ટ્ર,
ગુજરાત, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, આસામ. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, રાજકોટ જિલ્લાઓ વાવેતર માટે જાણીતા છે. |
ઉપર મુજબ. | તળાજા રેડ.
પુસારેડ, પુસારત્નમ, પંજાબ-18, ઉદેપુર 112 વગેરે. |
સંવર્ધન બીજથી
એક હેક્ટર વિસ્તાર માટે 6 કિગ્રા. બીજનું ધરુવાડિયું જોઈએ. |
ભૂકી છારો અને
થ્રીપ્સ પાક- સંરક્ષણ ઉપયોગી કાબૂમાં લઈ શકાય. |
હેક્ટરે ડુંગળી
12થી 15 ટન. બીજ 800થી 1000 કિગ્રા. હેક્ટર. |
3 | મરચી (chillies)
(Capsicum annum L.) સોલેનસી Paprika ઓછાં તીખાં મરચાં તરીકે પણ ઓળખાય છે. બહુ તીખાં મરચાં એટલે C. frutiscens. |
મસાલા તરીકે
જુદા જુદા ખોરાકની બનાવટોમાં વપરાય છે. પાઉડર લાલ રંગ ધરાવે છે. તીખાશ ને કારણે ભોજનની વાનગી સ્વાદિષ્ટ અને મઝેદાર બને છે. વિટામિન ‘સી’ વિશેષ છે. પશ્ચિમના દેશોમાં પાઉડર અને ઓલિયો રેઝીરની માંગ છે. |
ઉપર મુજબનો
વિસ્તાર અને ગુજરાતમાં ખાસ કરી શેરથા, જોટાણા, ગોંડલ, ઉગામંડી, પૂણા કુંભારિયાં વિસ્તાર. મુખ્યત્વે ગુજરાતમાં 30,000 હે. જમીનમાં થાય છે. |
ઉપર મુજબ. | એનપી-46,
જવાલા, એસ-2, એસ-49 વગેરે સુધારેલી જાતો. |
બીજથી સંવર્ધન.
એક હેક્ટર માટે 1.00 કિગ્રા. બીજનું ધરુવાડિયું પૂરતું છે. વાવેતર ફેર- રોપણીથી. |
કુકડવા, સુકારો
અને મોલોમશી જીવાત યોગ્ય માવજતથી કાબૂમાં આવે છે. |
લીલાં મરચાં
7થી 8 ટન હેક્ટરે. સુકવણી પછી 1.5થી 2 ટન. |
4 | વેનિલા (vanilla)
Vanilla planifolia ઓર્કિડેસી. |
આઇસક્રીમ વગેરે
બનાવટોમાં વપરાય છે. વેનિલા એક પ્રકારનું ઑર્કિડ છે. |
ઉદભવ સ્થાન
આટલાન્ટિક દરિયાકિનારો, જાવા, મોરિશિયસ, માડાગાસ્કર, (86 %) ઝાંઝિબાર, બ્રાઝિલ વગેરે. ભારતમાં કેરળ અને તમિળનાડુ. દુનિયાનું ઉત્પાદન 2000 ટન. |
ભેજવાળું અને
ગરમ હવામાન માફક આવે છે. ઉષ્ણતામાન 25-32 સે. ફળદ્રૂપ પણ સારી નિતાર શક્તિવાળી જમીન. |
સ્થાનિક જાતો. | કટકાકલમથી
સંવર્ધન થાય છે. વેનિલાને ઊગવા માટે ટેકાની જરૂર પડે છે. અર્ધ છાંયડામાં વૃદ્ધિ સારી થાય છે. |
મૂળનો સડો, પૂલ
અને કળીને ખાનાર કીડો. પાકસંરક્ષણના ઉપાયોથી રોગની જીવાત કાબૂમાં લઈ શકાય. |
હેક્ટરે 200થી
400 કિગ્રા. સૂકું બીજ મળે છે. |
5 | કેસર (Saffron)
(Crocus satius L.) ઇરિડેસી. |
દવાની બનાવટો,
ધાર્મિક કાર્યો. મીઠાઈ અને અન્ય ભોજનની બનાવટોમાં રંગ, સ્વાદ અને સુગંધ માટે વપરાય છે. કેસરનો રંગ કેસરી છે. શાહી કેસર કિંમતી છે. |
ભારતમાં
કેસરની ખેતી કાશ્મીરમાં થાય છે. |
ઠંડુ હવામાન
અનુકૂળ છે. 30થી 45 સેમી. વરસાદ પૂરતો છે. ફળદ્રૂપ નિતારવાળી જમીન માફક આવે છે. |
સ્થાનિક જાતો. | ગાંઠથી સંવર્ધન
થાય છે. ઑગસ્ટ મહિનામાં ગાંઠ વાવીને વાવેતર કરવામાં આવે છે. 10થી 15 વર્ષે ફરીથી વાવેતર કરવામાં આવે છે. |
ફૂલો
ઑક્ટોબરમાં ખીલે છે. વહેલી સવારે ફૂલો ચૂંટી લેવામાં આવે છે. હેક્ટરે 160 કિગ્રા. તાજાં ફૂલોમાંથી 5 કિગ્રા. સૂકું કેસર મળે છે. |
|
6 | હિંગ (Asafoetida)
(Ferula foetida Regel) એપીએસી. |
સુગંધિત મસાલા
તરીકે વાર્ષિક 400 ટન આયાત કરવામાં આવે છે. હિંગનો ઉપયોગ દવાઓ બનાવવા પણ થાય છે. |
અફઘાનિસ્તાન,
ઈરાન, તુર્કી, અને કાશ્મીર. |
ઠંડું અને ગરમ
હવામાન તેમજ ફળદ્રૂપ પણ નિતારવાળી જમીન અનુકૂળ છે. |
સ્થાનિક જાતો. | ગાંઠથી સંવર્ધન
થાય છે. ગાંઠમાંથી નર અને નારીના જુદા જુદા છોડ મળે છે. નારી છોડમાંથી ગાંઠને છેદ પાડી હિંગ ચીકણા પ્રવાહી રંગમાં એકત્ર કરવામાં આવે છે. |
છોડદીઠ 0.500
કિ.થી 1 કિ. સુકાયેલ હિંગ મળે છે. |
ઉત્પાદન : બિનપિયત ખેતીથી 400થી 500 કિગ્રા/હે, જ્યારે પિયત ખેતીથી 600થી 1200 કિગ્રા/હે. ઉત્પન્ન મળે છે. ગુજરાત ધાણા–1 નું ઉત્પાદન 2831 કિગ્રા./હેક્ટર મળેલ છે.
(2) મેથી (fenugreek) : તેનું વૈજ્ઞાનિક નામ Trigonella foenum-graecum છે. તેનું ઉદભવસ્થાન દક્ષિણપૂર્વ યુરોપ અને પશ્ચિમ એશિયા છે. આ છોડ ફેબેસી કુળનો છે.
ઉપયોગ : લીલી મેથી(પાનવાળી)નો ઉપયોગ શાકભાજી, સલાડ, ગોટા કે ભજિયાં અને કઢી બનાવવામાં થાય છે. મેથીની ભાજીનું શાક પચવામાં સહેલું અને રેચક છે. મેથીના દાણા (બીજ) મસાલા બનાવવામાં, વઘાર કરવામાં, અથાણામાં અને મેથીપાક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. મેથીનો વપરાશ આયુર્વેદની ર્દષ્ટિએ અનેક દવાઓ બનાવવામાં પણ થાય છે.
પ્રદેશ અને વિસ્તાર : મેથીની ખેતી ભારત ઉપરાંત, ચીન, ફ્રાન્સ, લૅબેનોન, ઇજિપ્ત, આર્જેન્ટિના અને પાકિસ્તાનમાં થાય છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં આ પાક લેવાય છે. ભારતમાં મેથી 30,000 હેક્ટર જમીનમાં થાય છે અને 30,000 ટન જેટલું બીજ મળે છે. 3000 ટન જેટલું બીજ નિકાસ કરવાથી 170 લાખ રૂપિયાનું હૂંડિયામણ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં આ પાક અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, ખેડા, વડોદરા અને સૂરત જિલ્લામાં ઉગાડવામાં આવે છે.
આબોહવા અને જમીન : આ પાકને ઠંડું અને સૂકું વાતાવરણ માફક આવે છે, તેથી રવીપાક તરીકે લેવાય છે. જમીન ગોરાડુ, મધ્યમ કાળી કે જેની નિતારશક્તિ સારી હોય, તે અનુકૂળ આવે છે.
જાતો : ભારતીય કૃષિ અનુસંધાન, નવી દિલ્હીએ વિકસાવેલ ‘પુસા અર્લી બ્રાન્ચિંગ’ જાત જે 125 દિવસમાં પાકે છે. તે સારી છે. ‘કસુરી સિલેક્શન’ જાત 165 દિવસમાં પાકે છે. આ ઉપરાંત ઈ.સી. 4911, મહારાષ્ટ્ર નં. 47, કો-1 રાજેન્દ્ર કાન્તિ, લામ સિલેક્શન 1, આરએમટી-1 અગત્યની જાતો છે.
સંવર્ધન અને વાવેતર : બીજથી થાય છે. હેક્ટરે 20 કિગ્રા. બીજની જરૂર પડે છે.
પાકસંરક્ષણ : ભૂકીછારાનો રોગ અને જીવાતમાં મોલોમશીનો ઉપદ્રવ જોવા મળે છે, જે પાકસંરક્ષણના પગલાથી કાબૂમાં આવે છે.
ઉત્પાદન : બીજના રૂપમાં 1500થી 2000 કિગ્રા./હે. ઉત્પન્ન મળે છે. હેક્ટરે 800થી 1000 કિગ્રા. પાન અને ડાળાં મળે છે, જે પશુઓના ખોરાક તરીકે પૌષ્ટિક આહાર છે.
(3) જીરું (cumin) : વૈજ્ઞાનિક નામ Cuminum cyminum, L. આ છોડ એપીઍસી કુળનો છે.
ઉપયોગ : જીરાનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. કરી પાઉડરમાં જીરું અગત્યનું ઘટક છે. ચટણી, અથાણાં, ચીઝ વગેરેને સુગંધી બનાવવા જીરું વપરાય છે. બ્રેડ, કેક તેમજ અત્તરઉદ્યોગમાં જીરાનું સુગંધિત તેલ મોટા પ્રમાણમાં વપરાય છે. આયુર્વેદની દવાઓ બનાવવા પણ જીરાનો ઉપયોગ થાય છે.
પ્રદેશ અને વિસ્તાર : જીરું ભારત ઉપરાંત, પૅલેસ્ટાઇન, માલ્ટા, સાયપ્રસ, અલ્જિરિયા, સીરિયા, પર્શિયા, તુર્કસ્તાન, ઈરાનમાં થાય છે. ભારતમાં તનું વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષ થાય છે. થોડાઘણા પ્રમાણમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને પંજાબમાં પણ આ પાક થાય છે. ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છવિસ્તારમાં જીરાનું વાવેતર વધતું જાય છે.
આબોહવા અને જમીન : જીરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવતી હોવાથી, રવીપાક તરીકે લેવામાં આવે છે. આ પાકને સારા નિતારવાળી ગોરાડુ મધ્યમ કાળી જમીન કે જેમાં સેન્દ્રિય તત્વ વિશેષ હોય તે અનુકૂળ છે. આગલા વર્ષે જીરાનો પાક ન લીધો હોય, તેવી જમીનમાં પાક સારો થાય છે.
જાતો : ગુજરાત જીરું 1, ગુજરાત જીરું 2 અને રાજસ્થાન જીરું 19 સુધારેલ જાતો છે. આ જાતો સ્થાનિક જાતો કરતાં ચડિયાતી છે.
સંવર્ધન અને વાવેતર : સંવર્ધન બીજથી થાય છે. હેક્ટરે 20 કિગ્રા. બીજની જરૂર પડે છે. પાક 110થી 115 દિવસે પાકે છે.
પાકસંરક્ષણ : જીરામાં ચરમી, ભૂકી છારો, સુકારા જેવા રોગો અને જીવાતમાં મોલોમશી આવે છે. સમયસરની માવજતથી પાક બચાવી શકાય છે.
ઉત્પાદન : જીરાના છોડ વહેલી સવારે હવામાન ઝાકળવાળું હોય ત્યારે આખેઆખા ખેંચી લઈ એકઠા કરવામાં આવે છે. જીરું હેક્ટરે એક ટન જેટલું પાકે છે. અન્ય તેજાના પાકોની માહિતી આ સાથે પત્રકના રૂપમાં આપેલ છે.
ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા