ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા

ચણા

ચણા : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cicer arietinum Linn. (સં. હરિમંથ, ચણક; હિં. ચના, છોલા; બં. ચણક; મ. હરભરા; તા. ક. કડલે; મલ. કટાલા; ફા. નખુદ; અ. હમસ; અં. બૅંગાલ ગ્રામ, હૉર્સ ગ્રામ, ચિક પી ગ્રામ) છે. તે કઠોળ વર્ગનો પાક છે. તેનો છોડ…

વધુ વાંચો >

ચોળા

ચોળા : દ્વિદલા વર્ગની પૅપિલિઓનાસી કુળની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Vigna unguiculata (Linn) Walp અને Syn. Vigna sinensis (Linn) Savi ex Hassk છે. ચોળા-ચોળીનાં અન્ય ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. निशापावा दीर्घबीजा; હિં. लोबिया, મરાઠી चवळ्या, અંગ્રેજી : કાઉપી. ચોળા કઠોળ વર્ગનો વેલાવાળો અર્ધટટ્ટાર વર્ષાયુ ક્ષુપ પાક છે, જે…

વધુ વાંચો >

ટ્રિટિકેલ

ટ્રિટિકેલ (માનવસર્જિત ધાન્ય) : એકદળી વર્ગના પોએસી કુળની x Triticosecale પ્રજાતિ તરીકે જાણીતી સંકર (hybrid) વનસ્પતિ. આ માનવસર્જિત ધાન્ય લગભગ 100 વર્ષથી ધાન્ય વર્ગના પાકમાં સામેલ છે, જે બાહ્ય દેખાવે ઘઉંને મળતું આવે છે. આ ધાન્યના દાણા ઘઉં કરતાં મોટા હોય છે. તેની વૃદ્ધિ ઝડપી હોય છે અને બધા જ…

વધુ વાંચો >

તેજાના પાકો

તેજાના પાકો ખોરાકને સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવતા મસાલાના પાકો. આ પાકોની બનાવટો, ખાદ્ય પદાર્થોમાં ઉમેરવાથી ખોરાકને સુગંધિત અને લહેજતદાર બનાવી શકાય છે. તેજાના અને મસાલામાં બાષ્પશીલ (volatile) તેલ હોય છે; જે ખોરાકમાં સોડમ અને સ્વાદ ઉમેરે છે. ત્રેસઠ જેટલા તેજાના–મસાલા પાકો ભારતમાં ઉગાડવામાં આવે છે. તેજાના પાકોનું વર્ગીકરણ વિવિધ રીતે…

વધુ વાંચો >

ધાન્યપાકો

ધાન્યપાકો : મનુષ્યના ખોરાકમાં વપરાતું અનાજ. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજનું ઉત્પાદન વધારવું જરૂરી બને છે. કૃષિક્ષેત્રે થતા સંશોધનને પરિણામે જુદા જુદા પાકોની સુધારેલી અને વધુ ઉત્પાદન આપતી જાતો તથા તેની ખેતીપદ્ધતિઓ વિક્સાવવાથી સમગ્ર વિશ્વ અને ભારતમાં ખાદ્યપદાર્થોના ઉત્પાદનમાં વધારો થયો છે, તેમાં ધાન્ય વર્ગના પાકોનો ફાળો અગત્યનો છે. ભારતમાં…

વધુ વાંચો >

પાક (crops)

પાક (crops) ભારતના સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં થતી વિવિધ કૃષિનીપજની માહિતી. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 1,95,984 કિમી. છે, જે દેશના કુલ વિસ્તારના 7 % ગણાય. જુદા જુદા પાક હેઠળનો કુલ વિસ્તાર એક કરોડ સાત લાખ હેક્ટર છે, જે દેશના પાક હેઠળના વિસ્તારના 6 % જેટલો છે. રાજ્યની કુલ વસ્તી 4 કરોડ…

વધુ વાંચો >

પાલ બેન્જામિન પિયરી

પાલ, બેન્જામિન પિયરી (જ. 26 મે 1906, મુક્ધદપુર, પંજાબ; અ. 14 સપ્ટેમ્બર 1989, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય કૃષિવૈજ્ઞાનિક. તેમણે વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ. એસસી.ની ડિગ્રી રંગૂન યુનિવર્સિટી-મ્યાનમારમાંથી અને વનસ્પતિઉછેર (plant breeding) અને જનીનવિદ્યા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી (1932) કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી પ્રાપ્ત કરી. કેમ્બ્રિજમાં તેમણે ખ્યાતનામ બ્રિટિશ વ્હીટ-બ્રીડર સર…

વધુ વાંચો >