ડર્મસ્ટેટિયમ (darmstatium) : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ds. પરમાણુક્રમાંક 110. 1994ના અંત અને 1996ની શરૂઆતના પંદર માસના ગાળામાં GSI ડર્મસ્ટેટ ખાતે આ તત્વનું સંશ્લેષણ કરવામાં આવેલું. શરૂઆતમાં 9 નવેમ્બર, 1994માં ડર્મસ્ટેટ ખાતે નીચેની પ્રક્રિયા દ્વારા આ તત્વનો એક પરમાણુ પારખવામાં આવેલો :
208Pb(62Ni, n)269110.
તે નીચે પ્રમાણે α-ક્ષય અનુભવે છે :
તે પછીના આઠ દિવસોમાં 269110ના સરેરાશ 170 μસેકન્ડનું અર્ધઆયુ ધરાવતા વધુ ત્રણ પરમાણુઓ પારખવામાં આવેલા. આ પછી અન્ય એક સમસ્થાનિક 271110 (t ½ = 623 μ સેકન્ડ) પણ પારખી શકાયો છે.
જ. દા. તલાટી