ટ્રૅક્ટર : ખેતીનાં વિવિધ ઓજારોને રસ્તા પર કે ખેતરમાં ખેંચવા માટે તેમજ સ્થિર યંત્રો ચલાવવા માટે શક્તિ પહોંચાડનારું ડીઝલથી ચાલતું સાધન.
હળ અને પશુ જેવાં કે બળદ અને ઘોડાનો ઉપયોગ અગાઉના સમયમાં, ખેતરને ખેડવામાં થતો. ખેતરની જમીનને નવા પાક માટે ખેડવી જરૂરી છે. હળની મદદથી આ ખેડાણ થતું.
ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયમાં આંતરદહન એન્જિન (Internal combustion Engine)ની શોધ થયા બાદ અગાઉ હળથી ખેતર ખેડવાની પદ્ધતિમાં ફેરફાર આવ્યો અને હળની જગ્યાએ, આંતરદહન એન્જિન દ્વારા સંચાલિત ટ્રૅક્ટરે લીધી. આ આંતરદહન એન્જિન માટે, ઈંધણ તરીકે (પેટ્રોલ+કેરોસીન), ડીઝલ અને ઇલેક્ટ્રિક પાવર વાપરવામાં આવે છે. ડીઝલના ઈંધણ વડે ચાલતા ટ્રૅક્ટરની ક્ષમતા 18-525 HP સુધીની હોય છે.
મોટા ક્ષેત્રફળના ખેતરમાં ખેડાણ (ploughing) ઉપરાંત વિવિધ પાક લેવા માટે જમીનને નવા પાક માટે તૈયાર કરવી, બિયારણ અમુક અંતરે રોપવાં વગેરે કામ માટે ટ્રૅક્ટર સાથે અને ટ્રૅક્ટરના Motive powerથી સંચાલિત વિવિધ accessories જોડવામાં આવે છે. ટ્રૅક્ટરની ડિઝાઇન તે પ્રમાણેની હોય છે આથી તે ધીરી ગતિથી ચાલે તથા ખેડાણ અને અન્ય દ્વારા થતા Mechanical tasks માટે વધુ બળ (ખેંચાણ-Torque) પેદા કરી શકે છે. ટ્રૅક્ટર આ સઘળી accessoriesને આગળ કે પાછળ ધકેલવામાં સક્ષમ હોય છે.
ખેતી ઉપરાંત ટ્રૅક્ટરનો ઉપયોગ ખાણઉદ્યોગમાં અને બાંધકામમાં ભારે માલસામાનની હેરાફેરી માટે પણ થાય છે. ધીમી ગતિથી ચાલતું ટ્રૅક્ટરનું વાહન, તેના આંતરિક બળ(525 HP સુધીનુ એન્જિન)થી માલસામાન, એક જગ્યાએથી પાસેની બીજી જગ્યાએ ટ્રેઇલર દ્વારા લઈ જવા ખૂબ ઉપયોગી સાધન તરીકે પુરવાર થયું છે.
સુરેન્દ્રપ્રતાપ શ્યામરથી શુક્લા
પ્રકાશ ભગવતી