ટેક્ટોનાઇટ : વિવિધ ભૂસંચલનજન્ય ખડકો માટે ઉપયોગમાં લેવાતું જૂથનામ. જે ખડકો દાબનાં પ્રતિબળોની અસર હેઠળ સ્ફટિકીકરણ પામ્યા હોય અને તેને પરિણામે તેમાંના મૂળ ખનિજ ઘટકોનું માળખું નવેસરથી ચોક્કસ રેખાકીય દિશામાં ગોઠવણી પામ્યું હોય, તેમને ‘ટેક્ટોનાઇટ’ નામ હેઠળ આવરી લેવામાં આવે છે. મૂળ ખડકોમાંના ખનિજ ઘટકો પોતાની મૂળ પ્રકૃતિ કે લક્ષણો ગુમાવ્યાં વિના અંદરોઅંદર ફેરવાતા જઈને ગોઠવણીનું નવું માળખું બનાવી નવી સંરચનાવાળા ખડકો તૈયાર કરે છે.
ગિરીશભાઈ પંડ્યા