ઝાંગાર સંસ્કૃતિ : સિંધુ ખીણમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિ. ચાન્હુ-દડોમાં આ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિની ઉપર ઉત્તરોત્તર રહેલી છે. ઝાંગાર મૃત્પાત્ર રાખોડિયાં કાળાં છે. એના ઉપર ઉત્કીર્ણ રૂપાંકનો હોય છે, જેમાં ત્રાપો અને અંતર્-રેખિત ત્રિકોણોનો સમાવેશ થાય છે, આ સંસ્કૃતિનું બીજું કોઈ લક્ષણ જાણવામાં આવ્યું નથી; ને એનો ચોક્કસ સમય આંકવો શક્ય બન્યો નથી. આ સંસ્કૃતિ પશ્ચિમ એશિયા સાથેના જીવંત સંપર્કો દર્શાવે છે.
યતીન્દ્ર દીક્ષિત