ઘઉંલા : આયુર્વેદ વનસ્પતિ. સં. प्रियंगु, લૅ. Prunus mahaleb તથા Callicarpa macrophylla. તેનાં ફળ તૂરાં, ઠંડાં, શીતવીર્ય, વૃષ્ય, કેશ્ય, દીપન, પૌષ્ટિક, મૂત્રલ તથા વેદનાહર હોય છે. તે પીડાયુક્ત અજીર્ણ, હોજરીનાં ચાંદાં તથા ગાંઠ, દાહજ્વર, રક્તવિકારો, અમ્લપિત્ત, સગર્ભાનો રક્તસ્રાવ, લોહીવા, ઊલટી, દાહ, પિત્ત, તૃષા, વાતગુલ્મ, વિષ, પ્રમેહ અને રક્તપિત્તનો નાશ કરે છે. તેનાં બીજ મળસ્તંભક, બળપ્રદ, પિત્તનાશક તથા કફનાશક અને વાયુકર્તા છે.
બળદેવપ્રસાદ પનારા