ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water) : વાતાવરણમાં ભેજસ્વરૂપે સંગ્રહાયેલું જળ અથવા વાતાવરણમાંથી કોઈ પણ સ્વરૂપે પ્રાપ્ત થતું જળ. તે વર્ષાજળ, ઝાકળજળ, ધુમ્મસજળ, હિમજળ કે બરફસ્વરૂપે હોઈ શકે. આ તમામ સ્વરૂપોમાં સ્થિત જળ છેવટે નદીનાળાં મારફતે પોપડાનાં ખડકછિદ્રો દ્વારા પ્રવેશ પામી ભૂગર્ભજળ તરીકે એકત્રિત થઈને સચવાઈ રહે છે. સપાટી પરના જળનું બાષ્પીભવન થઈ ફરીથી વાતાવરણમાં ઉપર મુજબના જળસ્વરૂપે જોવા મળે છે અને ચક્ર ચાલુ રહે છે.
ગિરીશભાઈ પંડ્યા