ગૌસ, મોહમ્મદખાન (જ. 2 નવેમ્બર 1915, મલીહાબાદ; અ. 1982) : વીસમી સદીના ભારતના આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ-ખેલાડી. 1921માં ચેકૉસ્લોવેકિયાના વિજેતા મેંજલને હરાવીને પ્રથમ આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યો. 1933–34માં આગ્રામાં રાષ્ટ્રીય વિજેતા બન્યા. 1939માં વિમ્બલ્ડન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. પાવર-ટેનિસના નિષ્ણાત ગૌસ મોહમ્મદ મધ્યમ ઊંચાઈ ધરાવતા અને મજબૂત બાંધાના ખેલાડી હતા. એમના ગ્રાઉન્ડ સ્ટ્રોકમાં પુષ્કળ તાકાત હતી. ઓવરહેડ સ્મૅશ અને સર્વિસમાં તેઓ કુશળ હતા. બીજા વિશ્વયુદ્ધને કારણે એમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અકાળે અંત આવ્યો.
ભારત સરકારે તેઓને 1971માં પદ્મશ્રી એનાયત કર્યો હતો.
કુમારપાળ દેસાઈ