ક્લૉવિસ 1લો (જ. 466; અ. 27 નવેમ્બર 511, પૅરિસ) : સેલિયન ફ્રૅંકોની એક જાતિના રાજા. સિલ્ડેરિક પહેલાનો પુત્ર. 481માં તે રાજા થયો. રોમન લોકોના રાજા સાઇએગ્રિયસ, આલ્સાસના એલિમન લોકો પર તેમજ વિસિગૉથ લોકોના રાજા ઍલેરિક પર તેણે વિજય મેળવ્યો હતો. ઈ. સ. 500 સુધીમાં ગૉલ (ફ્રાન્સ) અને બેલ્જિયમનો મોટો ભાગ તેણે જીતી લીધો હતો. તેણે પૅરિસમાં રાજધાનીની સ્થાપના કરી. મૅરોવિન્જિયન વંશના સ્થાપક અને ફ્રાન્સના વિધાયક ક્લૉવિસે પેગન ધર્મનો ત્યાગ કરીને કૅથલિક ધર્મ અંગીકાર કર્યો હતો.
ભૂપેન્દ્ર ગાંધી