ક્યૂપ્રાઇટ : તાંબાનો રેડ ઑક્સાઇડ, તાંબાનું ખનિજ. રા. બં. : Cu2O; તાંબાનું પ્રમાણ : 88.8 %; સ્ફ. વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રોન અને રૉમ્બ્ડોડેકાહેડ્રોનના સ્ફટિક સ્વરૂપે; ક્યારેક દળદાર અથવા મૃણ્મય, ક્વચિત્ કેશનલિકા-સ્વરૂપે; રં. : વિવિધ પ્રકારની ઝાંયવાળા લાલ રંગમાં, ખાસ કરીને cochineal red; સં. : અસ્પષ્ટ, ઑક્ટાહેડ્રોન ફલકને સમાંતર; ચ. : વજ્રમય, આછો ધાતુમયથી મૃણ્મય, ઝાંખા પારભાસકથી લગભગ અપારદર્શક; ભં. સ. : વલયાકાર, બરડ, ખરબચડી; ચૂ. : કથ્થાઈ-લાલ, ચમકસહિત; ક. : 3.5થી 4; વિ. ઘ. : 5.8થી 6.15; પ્રા. સ્થિ. : તાંબાનાં ધાતુખનિજોના ઑક્સીભૂત વિભાગના ઉપરિતલમાં; પ્રકારો : ruby copper – સ્ફટિકમય ક્યૂપ્રાઇટ, tile ore – લાલથી લાલ-કથ્થાઈરંગી મૃણ્મય પ્રકાર, સામાન્યત: લોહઑક્સાઇડ સહિત. chalcotrichite – નાજુક, સીધા, આંતરગૂંથણીવાળા/રેસાદાર સ્ફટિક; સુંદર લાલરંગી. ઉ. : તાંબું મેળવવા માટે.
વ્રિજવિહારી દીનાનાથ દવે