કૉર્સિકા : ભૂમધ્ય સાગરમાં આવેલો વિસ્તારની ર્દષ્ટિએ ચોથા નંબરનો ટાપુ. ભૌગોલિક સ્થાન 42°. 00′ ઉ. અ. અને 9°. 00′ પૂ. રે. તેનું ક્ષેત્રફળ 8681 ચોકિમી., વસ્તી 3,49,465 (2022) અને મોટામાં મોટું શહેર બાસ્તિયા છે. રોમનોએ અહીં શહેરો વસાવ્યાં અને ખેતીની શરૂઆત કરી હતી. લગભગ ચાર સદીના શાસન પછી 1768માં જિનીવા ગણરાજ્યે આ ટાપુ ફ્રાંસને વેચી દીધો, ત્યારથી તે ફ્રાંસના તાબા હેઠળ છે. અહીં ઈ. સ. 1769માં નેપોલિયન બોનાપાર્ટનો જન્મ થયો હતો.
શશીકાન્ત વિશ્વનાથ જાની