કુરુ : પૌરાણિક પરંપરા અનુસાર પુરુ શાખાનો રાજા. તેનું પૂરું નામ કુરુશ્રવણ, તેના પૂર્વજ ત્રસદસ્યુના નામ પરથી તે ‘ત્રાસદસ્યવ’ને નામે પણ ઓળખાતો. તેનાથી કુરુવંશ ચાલ્યો. તે સરસ્વતીથી ગંગા સુધીના પ્રદેશ પર શાસન કરતો હતો. તેની રાજધાની આસંદીવંતમાં હતી. આ કુરુશ્રવણના નામ પરથી સમય જતાં હસ્તિનાપુરનો પ્રાચીન ભારત-વંશ ‘કૌરવ-વંશ’ તરીકે ઓળખાયો અને તેમનો દેશ પણ કુરુદેશ તરીકે ખ્યાતિ પામ્યો.
પ્રવીણચંદ્ર પરીખ