કુબો : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucas માજપોતદૂહે (Roxb. ex Roth) Spr (દ્રોણયુદ્ધ; ગુ. ડોશીનો કુબો; અં tumboan) છે. આ પ્રજાતિની 11 જાતો ગુજરાતમાં મળે છે.
તેઓ તેમાં રોમયુક્ત ચતુષ્કોણીય પ્રકાંડમાંથી સુગંધી બાષ્પશીલ તેલ મળે છે. તેનાં સફેદ પુષ્પો ઑક્ટોબરથી નવેમ્બરમાં ગાઢ સમૂહમાં ગોઠવાયેલાં હોય છે. તેનું ચાર ફલિકાઓનું બનેલું ફળ (nutlet) ચિરલગ્ન વજ્રમાં ઢંકાયેલું રહે છે. આ વનસ્પતિ જંગલી અવસ્થામાં ખેતરોમાં જોવા મળે છે.
આયુર્વેદ અનુસાર ગામડાંના લોકોની આ એક પ્રિય ઔષધિ છે. એ મંદાગ્નિ, જ્વર અને કફજ રોગોને દૂર કરે છે. ખાસ કરીને ઉગ્ર તાવમાં એનો નાસ (વરાળસ્નાન) લેવાથી ખૂબ જ પ્રમાણમાં પસીનો છૂટીને તાવને ઉતારે છે. જૂની શરદી તથા કફમાં એનો સ્વરસ થોડો ટંકણખાર નાખીને પીવાથી કફને છૂટો પાડી બહાર ધકેલે છે. યકૃતના દોષનું તે શોધન કરે છે, તેથી કમળામાં પણ એ ઉપયોગી બને છે.
પ્રાગજી મો. રાઠોડ