કુતુલ (downy mildew) : વનસ્પતિને પૅરોનોસ્પોરેસી કુળની એક ફૂગ દ્વારા થતો રોગ. તે રાખોડી ભૂખરા રંગની હોય છે. તેનો ઉગાવો પાનની નીચેની સપાટીએ મહદ્ અંશે ઘણા પાકોમાં જોવા મળે છે. વિવિધ પાકોમાં પાન, ફૂલ, ફળ, ટોચ, ડૂંડાં વગેરેમાં જુદા જુદા પ્રકારનાં લક્ષણો પેદા કરે છે. રોગથી થતું નુકસાન કોઈક વખતે પાકને ક્ષેત્રે

કુતુલ
ઇતિહાસ પણ સર્જે છે. 90 %થી 100 % ભેજનું પ્રમાણ + 20oથી 25o સે. તાપમાન રોગકારકને માફક હોઈ વ્યાપકતા આપે છે. બીજ, રોગિષ્ઠ અવશેષો, જમીન, હવા અને પાણી દ્વારા આ રોગકારક ફેલાય છે. રોગપ્રતિકારક જાત, સહયજમાન(collateral hosts)નો નાશ આ રોગનિયંત્રણમાં મદદ કરે છે. બીજને મેટાલક્ષીલ જેવી શોષક પ્રકારની દવાનો બીજને પટ આપવાથી તથા છંટકાવ કરવાથી રોગને કાબૂમાં રાખી શકાય છે.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ