કાળો ગેરુ (દાંડાનો ગેરુ) : Puccinia graminis tritici Eriks and Henn નામની ફૂગથી થતો રોગ. પાકની પાછલી અવસ્થામાં પાન, પાનની ભૂંગળી તથા ઊંબી ઉપરનાં ટપકાંમાં બદામી રંગનો ફૂગી (બીજાણુધાની/બીજકણો) ઉગાવો જોવા મળે છે. રોગિષ્ઠ ભાગો ઇટારિયા – કથ્થાઈ રંગથી જુદા તરી આવે છે. આવાં અનેક ટપકાં ભેગાં થઈને ભળી જાય છે, જેથી ટપકાંનો ઘેરાવો વધે છે. આખરે
પાન સુકાઈ જાય છે. તીવ્ર સ્વરૂપના રોગથી દાણાના અને ઘાસચારાના ઉતાર ઉપર માઠી અસર થાય છે. સહ-યજમાન પાકો તથા કમોસમી વરસાદ રોગને વ્યાપકતા આપે છે. તેને અટકાવવાનો ઉપાય લૉક-1, રાજ-1555, ડબ્લ્યૂ. એચ.-283, ડબ્લ્યૂ. એચ.-291 જેવી રોગપ્રતિકારક જાતો વાવવાની ભલામણ કરવામાં આવે છે.
ભીષ્મદેવ કીશાભાઇ પટેલ