કાળપગો (Phytophthora parasitica var. nicotiana) : Breda de Hann, Tucker નામની ફૂગથી વનસ્પતિમાં થતો રોગ. આ રોગને કારણે પાન ઉપર શરૂઆતમાં કાળાં ટપકાં પડે છે. તે મોટાં થઈ થડ તથા મૂળ તરફ પ્રસરે છે. તેથી છોડ ચીમળાઈ જાય છે અને થડ સંકોચાઈને સુકાઈ જાય છે. રોગિષ્ઠ થડ કાપીને તપાસતાં તેમાં નાનાં પડ જોવાં મળે છે. ભેજવાળું વાતાવરણ આ રોગના ફેલાવાને મદદ કરે છે.
રોગિષ્ઠ છોડોનો નાશ, પાણીના ભરાવાનો અટકાવ અને 1 % બોર્ડોમિશ્રણનો છંટકાવ આ રોગને નિયંત્રણમાં રાખે છે.
ભીષ્મદેવ કીશાભાઇ પટેલ