કાર્બ-એનાયન (કાર્બ-ઋણાયન carbanion)

January, 2006

કાર્બ-એનાયન (કાર્બ-ઋણાયન, carbanion) : ઋણ વીજભાર ધરાવતા મધ્યવર્તીઓ. તેનાં મધ્યસ્થ કાર્બન ઉપર ત્રણ કાર્બનિક સમૂહો તથા આઠ ઇલેક્ટ્રૉન હોય છે. C-H, C-હેલોજન, C-ધાતુ અને C-C બંધના વિખંડન(cleavage)માં કાર્બ-એનાયન બનતાં હોય છે.

H-CX3 ↔ H+ + C

આ ઋણાયન શક્ય હોય તો સંસ્પંદન (resonance) દ્વારા સ્થાયિત્વ મેળવે છે.

આ ઋણાયનમાંના કાર્બનનું સંકરણ (hybridisation) sp3 પ્રકારનું હોય છે અને આયનની ભૂમિતિ પિરામિડ પ્રકારની હોય છે.

C-H બંધનું વિખંડન કરીને H+ને ખેંચી લેવાની પ્રક્રિયા સામાન્ય હાઇડ્રોકાર્બન માટે શક્ય નથી. પરંતુ કાર્બોનિલ તથા એસ્ટર-સમૂહો

તેમની પડોશમાંના C-H બંધને ક્રિયાશીલ બનાવી પ્રબળ બેઝ દ્વારા હાઇડ્રોજન ખેંચી લેવાનું સરળ બનાવે છે. વાઇનાઇ સમૂહ (CH2 = CH-) પણ C-H બંધને ક્રિયાશીલ બનાવી શકે છે. ઋણાયન તેના વીજભારનું ગુણિત (multiple) દ્વિબંધયુક્ત પ્રણાલી ઉપર વિસ્થાનીકરણ (delocalisation) કરીને સ્થાયિત્વ મેળવે છે; દા. ત., ટ્રાઇફિનાઇલ મિથાઇલ સોડિયમ અને સાઇક્લોપેન્ટાડાઇનાઇલ સોડિયમ ઠીક ઠીક સ્થાયી છે.

આવા કાર્બએનાયનો ધ્રુવીભૂત (polarised) દ્વિબંધ કે ત્રિબંધ દ્વારા પકડી શકાય છે. આલ્ડોલ સંઘનન પ્રકારની પ્રક્રિયાઓમાં કાર્બએનાયન મધ્યવર્તી હોવાની સાબિતી મળી છે.

જ. પો. ત્રિવેદી