કાન્હમધુ (જ. 1813; અ. 1868) : બંગાળી કવિ. એમણે વૈષ્ણવ કીર્તનપદોના આધુનિકીકરણ તથા નવીનીકરણ માટે સફળ પ્રયત્ન કર્યો. એમણે મધ્યબંગાળમાં શિક્ષણ લીધું હતું. એમણે જે કૃષ્ણવિષયક પદો લખ્યાં તેમાં ઝડઝમક ર્દષ્ટિએ પડે છે. એમની ભાષા સરળ છે. પદો કીર્તનસંગીતના પ્રકારનાં છે. એમણે પદો માટે પોતે શોધેલી રાગરાગિણીઓમાં તે પદ રજૂ કરતા. તેમાં પરંપરાગત દીર્ઘકાળ સુધી લોકપ્રિય રહી હતી કેમ કે તેમાં માત્ર સ્ત્રીઓ જ ગાતી. એમનાં પદોમાં કૃષ્ણલીલા કરતાં કૃષ્ણમહિમાગાન તરફ વધારે ઝોક હતો.
ચન્દ્રકાન્ત મહેતા