કાણાં પાનનો રોગ : Xanthomonas campeotris PV strains નામના જીવાણુથી થતો રોગ. જીવાણુઓનો રોગ લાગતાં, પાન ઉપર પાણીપોચો ભાગ પ્રસરે છે, જે સમય જતાં આછા બદામી રંગનો થઈ અન્ય તંદુરસ્ત વિસ્તારથી છૂટો પડી ખરી પડે છે અને પાન ઉપર
માત્ર કાણું જુદું તરી આવે છે. ગોળથી લંબગોળ આકારનાં નાનાંમોટાં કાણાં પાન ઉપર જોવા મળે છે. આવો રોગ બીલી અને લીમડામાં જોવા મળે છે. ચોમાસાનું પવન સાથેનું ભેજવાળું ને વરસાદવાળું વાતાવરણ રોગ પ્રસરાવે છે. શરૂઆતથી જ રોગમુક્ત છોડની રોપણી કરવાથી આ રોગનું નિયંત્રણ થઈ શકે.
ભીષ્મદેવ કીશાભાઇ પટેલ