કાગળઝાળ (આંબાનો) : Pestalotia mangiferae (P. Henn) steyaert નામની ફૂગથી આ રોગ થાય છે. સુકારાની શરૂઆત પાનની ટોચેથી થાય છે. સમય જતાં અડધું પાન પણ સુકાઈ જાય છે. સુકાયેલ પાન બદામી રંગનું, પાતળું અને ચળકતું હોય છે; તે ખરી જાય છે ને ઝાડનો વિકાસ અટકે છે. ચોમાસાનું ભેજવાળું વાતાવરણ

આંબાના પર્ણનો કાગળઝાળ રોગ
અને કોઈક વાર વરસાદ, રોગના ફેલાવામાં મદદ કરે છે. 0.2 % મેન્ક્કોઝેબ, 0.5 % કાર્બેન્ડાઝીમ, 2 % ઝાયનેબ અથવા 0.2 % કોટાફોલ વનસ્પતિરોગશાસ્ત્રીની ભલામણ મુજબ છાંટવાથી રોગ ઉપર નિયંત્રણ લાવી શકાય છે.
ભીષ્મદેવ કીશાભાઇ પટેલ