ઓલિફિન (olefin) : આલ્કીન (alkene) સંયોજનો માટે વપરાતું જૂનું નામ. તે કાર્બન-કાર્બન દ્વિબંધયુક્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. આલ્કીન વર્ગનાં સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n છે. તેમાં આવેલો દ્વિબંધ ઓલિફિનિક બંધ (olefinic bond) અથવા ઇથિલીનિક બંધ (ethylenic bond) તરીકે ઓળખાય છે.
ઇથિલીન આ વર્ગનો સૌથી સાદો સભ્ય છે, તે olefiant gas (oil forming gas) તરીકે પ્રચલિત છે, કારણ કે તેની ક્લોરીન અથવા બ્રોમીન સાથેની યોગશીલ પ્રક્રિયા થતાં તેલ જેવું પ્રવાહી સંયોજન બને છે. આથી આ સંયોજનો ઓલિફિન તરીકે પણ ઓળખાય છે. લૅટિન ભાષામાં oleumનો અર્થ (oil) તેલ થાય છે, facioનો અર્થ બનાવવું એવો થાય છે, આ ઉપરથી આ હાઇડ્રોકાર્બનો ‘ઓલેફિન’ નામે ઓળખાય છે.
ઇથિલીન, પ્રોપિલીન, બ્યુટિલીન વગેરે અચક્રીય (cyclic) મૉનોઓલિફિન એટલે કે આલ્કીન સંયોજનો છે જે પેટ્રો-ઉદ્યોગ માટેનાં અગત્યનાં (પેટ્રો) રસાયણો ગણાય છે. કેટલાંક ઉદાહરણો નીચે દર્શાવ્યાં છે :
પ્રવીણસાગર સત્યપંથી
પ્રહલાદ બે. પટેલ