ઑપેરા હાઉસ, પૅરિસ
January, 2004
ઑપેરા હાઉસ, પૅરિસ : ફ્રાન્સના સ્થાપત્યના બીજા સામ્રાજ્યકાળ (1848-70) દરમિયાન, 1861-74 દરમિયાન બંધાયેલી ઇમારત. તેના સ્થપતિ ચાર્લ્સ ગારનીર્યની અગત્યની કૃતિ ગણાય છે. તે મકાન મુખ્યત્વે ફ્રાન્સિસી નિયો-બારોક સ્થાપત્યના ર્દષ્ટાંતરૂપ છે.

ઑપેરા હાઉસ, પૅરિસ
આધુનિક સ્થાપત્યની વિચારધારા પ્રમાણે કદાચ અતિરેક દર્શાવતી, પરંતુ પુરાતનકાળની બાંધકામશૈલીઓ પર આધારિત તેની રચના એક અનોખી કલાના નમૂનારૂપ ગણાય છે. તેનો અત્યંત કલાત્મક પ્રવેશખંડ અને તેમાંની ભવ્ય નિસરણી તે વખતની સ્થાપત્યકલાનાં બેનમૂન ર્દષ્ટાંતો છે
રવીન્દ્ર વસાવડા