ઑગાઇટ : પાયરૉક્સીન વર્ગનું એક ખનિજ. રા.બં. – (Ca, Na) (Mg, Fe, Al) SiAl)2O6; સ્ફ.વ. – મૉનૉક્લિનિક; સ્વ. – પ્રિઝમ, પિનેકોઇડ અને હેમીપિરામિડ સ્વરૂપ સાથેના સ્ફટિકો સામાન્ય, કેટલીક વખતે જથ્થામય કે દાણાદાર, ભાગ્યે જ તંતુમય. સાદા કે અંતર્ભેદિત યુગ્મ સ્ફટિકો; રં. – કાળો, આછાથી ઘેરો કથ્થાઈ લીલાશ પડતો; સં. – પ્રિઝમ સ્વરૂપને સમાંતર બે સંભેદ આશરે 900ના ખૂણે; ચ. – કાચમયથી બિનચળકાટમય સુધી; ભં.સ. – ખરબચડીથી વલયાકાર, બરડ; ચૂ. – લીલાશ પડતો રાખોડી, ક. – 5.5થી 6.0; વિ.ઘ. – 3.23થી 3.52; પ્ર.અચ. – (અ) વક્રી – α = 1.671થી 1.735; β = 1.672થી 1.741; γ = 1.703થી 1.761; (બ) = 250થી 600; પ્ર.સં. – દ્વિઅક્ષી (+ re); પ્રા. સ્થિ. – મુખ્યત્વે ગેબ્બ્રો, ડોલેરાઇટ, બેસાલ્ટ અને અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો તેમજ ઉચ્ચકક્ષાના વિકૃત ખડકોમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે