ઍસિડિક અગ્નિકૃત ખડકો : અગ્નિકૃત ખડકોનો 66 ટકાથી વધુ સિલિકા ધરાવતો પ્રકાર. સિલિકાના પ્રમાણ અનુસાર અગ્નિકૃત ખડકોના ઍસિડિક, સબ-ઍસિડિક, બેઝિક અને અલ્ટ્રાબેઝિક એમ વર્ગો પાડવામાં આવ્યા છે.
હેચ નામના ખડકવિદ દ્વારા સિલિકાના પ્રમાણ પર આધારિત આ વર્ગીકરણ યોજવામાં આવ્યું છે. અંત:કૃત ખડકો પૈકી ગ્રૅનાઇટ અને જ્વાળામુખી ખડકો પૈકી રહાયોલાઇટ ઍસિડિક ખડકોનાં ઉદાહરણો છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે