ઍપેટાઇટ : ફૉસ્ફરસનું એક અગત્યનું ખનિજ. રા.બં. – Ca5F(PO4)3 અથવા 3Ca3P2O8CaF2 અને 3Ca3P2O8CaCl2; સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ. – સામાન્યત: બેઝલ પિનેકોઇડ સાથે કે તે સિવાય પ્રિઝમ અને પિરામિડ સ્વરૂપવાળા સ્ફટિક; રં. – પીળો, પીળાશ પડતો લીલો, નીલો, સફેદ, વાદળી, રાખોડી, રાતો, સં. – અલ્પવિકસિત બેઝલપિનેકોઇડને સમાંતર; ચ. – કાચમય અથવા રાળવત્; લં.સ. – વલયાકાર અને ખરબચડી, બરડ; ચૂ. – સફેદ, ક. – 5.00; વિ. ઘ. 3.17થી 3.23; પ્ર. અચ. – (અ) વક્રી ω = 1.633થી 1.655, ε = 1.630થી 1.651; પ્ર. સં. – એકાક્ષી (-ve); પ્રા. સ્થિ. – અગ્નિકૃત ખડકોમાં અનુષંગી ખનિજ તરીકે તેમજ મોટાભાગના વિકૃત ખડકોમાં થોડા પ્રમાણમાં અને તેમાં પણ સ્ફટિકમય ચૂના ખડકોમાં; ઉ. – કૃત્રિમ ખાતર તરીકે તેમજ ફૉસ્ફરસ યુક્ત રસાયણના ઉત્પાદનમાં.
વ્રિજવિહારી દીનાનાથ દવે