ઍન્ટિક્વેરિયન

January, 2004

ઍન્ટિક્વેરિયન : પાશ્ચાત્ય સ્થાપત્યના સંદર્ભમાં પુનરુત્થાન સમયના સ્થાપત્યના એક આંતરિક ફેરફાર દર્શાવતા ગાળાનું સ્થાપત્ય. આ આંતરિક ફેરફારનો ગાળો ઈ. સ. 1750થી 1830 દરમિયાન રહ્યો હતો. જ્યારે ગ્રીક, રોમન અને મધ્યકાલીન સ્થાપત્યનાં મૂલ્યોને પુનર્જીવિત કરાયેલાં આ ગાળાના સ્થાપત્યની શૈલીનાં સચોટ ઉદાહરણો ગ્રીક અને ગૉથિક નવસર્જન તરીકે લગભગ ઓગણીસમી સદી સુધી પ્રચલિત થયેલાં.

રવીન્દ્ર વસાવડા