ઍન્જલ (ધોધ) : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશમાં ઓરિનોકો નદી પરનો વિશ્વનો સૌથી ઊંચો જળધોધ. વેનેઝુએલાના અગ્નિ ખૂણામાં ‘લાનોસ’ના મેદાની વિસ્તારમાં આવેલો આ જળધોધ સમુદ્રની સપાટીથી લગભગ 979 મીટરની ઊંચાઈ પર આવેલો છે, તેથી ત્યાં પહોંચવું અઘરું છે. સતત પડતા આ જળધોધને નિહાળવા વિદેશી સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે.

ઍન્જલ ધોધની માફક વિશ્વના અન્ય જોવાલાયક જળધોધમાં યુ. એસ.માં સૅન્ટ લૉરેન્સ નદી પરનો ‘નાયગરાનો ધોધ’ અને દ. આફ્રિકાની ઝાંબેઝી નદી પરનો ‘વિક્ટોરિયા ધોધ’ ગણાવી શકાય.

મહેશ મ. ત્રિવેદી