ઉપગુપ્ત : બૌદ્ધ ધર્મના સિદ્ધ પુરુષ. તેઓ શુદ્ર વર્ણના હતા; પરંતુ 17 વર્ષની વયે દીક્ષા લઈને યોગબળથી કામવિજય પ્રાપ્ત કર્યો. તેમને સમાધિ અવસ્થામાં ભગવાન બુદ્ધનાં દર્શન થયાનું મનાય છે. બુદ્ધનિર્વાણ પછી લગભગ સો વર્ષે થયેલા ઉપગુપ્તના વખતમાં બૌદ્ધોનો પ્રથમ મહાસાંઘિક સંપ્રદાય પ્રવર્ત્યો. તેમણે મથુરામાં એક સ્તૂપ બંધાવેલો. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર તેમણે મથુરા વિસ્તારમાં 18 લાખ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપેલી.
પ્રવીણચંદ્ર પરીખ