ઉત્કલદીપિકા : ઊડિયા ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર. 1866માં કટકમાંથી આ વર્તમાનપત્ર પ્રથમ પ્રગટ થયેલું. શરૂઆતમાં તે બે જ પાનાંનું હતું. એમાં મોટેભાગે સવા પાનું ઉત્કલના સમાચાર અને પોણા પાનામાં ભારતના અન્ય ભાગોના અને જગતના સમાચાર આવતા. રવિવારની આવૃત્તિમાં એકાદ વાર્તા આવતી અને વિવિધ વિષયો વિશેની માહિતી આવતી. રવિવારની આવૃત્તિનાં 3 પાનાં આવતાં.
જાનકીવલ્લભ મોહન્તી