ઉડમ્બ્રા : પ્રવેશદ્વારની રચનામાં નીચલું થર, જેના પર દ્વારશાખાઓનો આધાર હોય છે. આ થરના વિવિધ પ્રકાર છે. તે પૈકી અર્ધચંદ્રાકાર પ્રાકાર મંદિરના ગર્ભગૃહના પ્રવેશમાં હોય છે તે ઉડમ્બ્રા તરીકે પ્રચલિત છે. રહેવાસોનું આયોજન કરતી વખતે પ્રવેશદ્વારમાં કાષ્ઠરચના કરે છે તેમાં આ ઉડમ્બ્રાનું સ્થાન અગત્યનું ગણાય છે.
રવીન્દ્ર વસાવડા