ઇચ્છાભેદી રસ : આયુર્વેદિક ઔષધિ. શુદ્ધ હિંગળો એક ભાગ, શુદ્ધ ટંકણ એક ભાગ, સૂંઠ એક ભાગ, લીંડીપીપર એક ભાગ, દારૂડીનાં મૂળ ચાર ભાગ અને શુદ્ધ નેપાળાનાં બીજ ચાર ભાગ લઈ, તેને એકત્ર કરી ખરલમાં બારીક ચૂર્ણ બનાવવામાં આવે છે.
માત્રા : 2થી 4 રતી, ચિકિત્સકની સલાહ પ્રમાણે અપાય છે.
અનુપાન : ગાયનું દૂધ. વિરેચન માટે અને વિષ્ટંભ તથા આધ્માન રોગમાં તેનો પ્રયોગ થાય છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા