આર્ડેનનું જંગલ (ફ્રાંસ)

January, 2002

આર્ડેનનું જંગલ (ફ્રાંસ) : ફ્રાન્સની ઈશાન બાજુએ અને અગ્નિ બેલ્જિયમના લક્ઝમ્બર્ગ પ્રાંતમાં મ્યુસ નદીની ખીણમાં આવેલો જંગલાચ્છાદિત ઉચ્ચપ્રદેશ. બેલ્જિયમની બાજુએ તે 694 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ વિસ્તાર પશ્ચિમ યુરોપના માર્ગ પર આવેલો હોવાથી અહીં ઘણાં ખૂનખાર યુદ્ધો થયેલાં છે. અહીં રેતીખડકો, સ્લેટ, ચૂનાખડકો અને ક્વાર્ટ્ઝ-શિરાઓ આવેલી હોવાથી જમીન હલકા પ્રકારની છે. આ કારણે અહીં ખેતી થઈ શકતી નથી. યુરોપના અન્ય ભાગોને મુકાબલે અહીં વસ્તી આછી છે.

Meuse, in the french ardennes

આર્ડેનનું જંગલ (ફ્રાંસ)

સૌ. "Art Nouveau Riga 17" | CC BY-SA 4.0

 

હેમન્તકુમાર શાહ