આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ)

January, 2002

 આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ) : ઇંગ્લૅંડના વૉરવિકશાયર અને પશ્ચિમ મિડ્લૅન્ડ્ઝમાં આવેલો જંગલ-વિસ્તાર. આ જંગલવિસ્તાર આશરે 30 કિમી. લાંબો અને 20 મી. પહોળો છે. તે સ્ટ્રૅટફર્ડ-અપૉન-એવનથી ઉત્તર તરફ બર્મિંગહામ સુધી વિસ્તરેલો છે. આ વિસ્તાર એક સમયે આજના કરતાં પણ ઘણો મોટો હતો. તેણે શેક્સપિયરને ‘As You Like It’ નાટક લખવા માટેની પાર્શ્વભૂમિરૂપ માહોલ પૂરો પાડેલો.

હેમન્તકુમાર શાહ