આયોનિક : પાશ્ચાત્ય દેશોના શાસ્ત્રીય સ્થાપત્યમાં સ્તંભના વિવિધ પ્રકારોમાંનો એક. આ પ્રકારના સ્તંભનો ઉપયોગ એશિયા માઇનોરમાં લગભગ ઈસુ પૂર્વેની છઠ્ઠી સદીમાં પ્રચલિત થયો. બીજા પ્રકારના સ્તંભો ડૉરિક, કૉરિન્થિયન, ટસ્કન સહિત વિટ્રુવિયસે વર્ણવ્યા છે. ઈ. સ. 1540 માં સર્લીઓએ એક પુસ્તક લખીને આ સ્તંભોનાં રચના અને પ્રમાણ વિશે વિસ્તૃત માહિતી સ્થપતિઓ માટે પૂરી પાડી હતી.
રવીન્દ્ર વસાવડા