આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે.
આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું સાબિત થાય છે. તેમ છતાં આધમગઢ કે આઝમગઢનાં ચિત્રો આ યુગના લોકોએ જ દોર્યાં હશે અને ત્યારબાદ ત્યાં ચિત્રો દોરવાની પ્રવૃત્તિ નહિ થઈ હોય એમ માનવાને કારણ નથી.
ર. ના. મહેતા