આઝમ–મુઆઝમનો રોજો : અમદાવાદમાં વાસણા પાસે સરખેજ જવાના માર્ગ પર આવેલો રોજો. આઝમખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓ હતા. તેઓ મહમૂદ બેગડાના સમયના અચ્છા તીરંદાજ હતા. આ બે ભાઈઓ સરખેજના રોજાના મિસ્ત્રીઓ હતા. એવી કિંવદંતી છે કે એ બાંધકામ દરમિયાન તેમણે ખોટી રીતે લાભ મેળવી પોતાનો રોજો બાંધ્યો હતો. પંદરમી સદીના પૂર્વાર્ધમાં બંધાયેલો આઝમ-મુઆઝમનો રોજો તેની ઢળતી ધીંગી દીવાલોને લીધે સ્થાપત્યની દૃષ્ટિએ વિલક્ષણ છે.
સુભાષ બ્રહ્મભટ્ટ